________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૭
આત્મા જડ છે આ પ્રમાણેની તેમની માન્યતા એટલા માટે સાચી નથી કે, ઘટ પટની માફક ચૈતન્ય ધર્મ રહિત પદાર્થ માત્ર જડ હોવાના કારણે પિતાની મેળે કંઈ પણ હલન ચલન કરી શક્તા નથી, આપણે આત્મા તે નથી, કેમ કે આ આત્મા પિતાની અન તશક્તિઓના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયે તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયોગ વિનાની ઇન્દ્રિય તથા મન સર્વથા અકિ ચિકર છે. માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ વાલે છે તેમ દર્શનમય છે અને પ્રતિક્ષણે ઉપગવન્ત છે.
૨. પરિણામને અર્થ આ પ્રમાણે છે, આત્મા અનાદિકાળથી કર્મોના સંબધથી બધિત છે અને પ્રતિ સમયે નવાં નવાં કર્મો બાંધતે રહે છે તેથી કરેલાં અને કરાતા કર્મોને ભોગવવા માટે જ આત્મા “પરિણામ ધર્મી છે” એટલે કે એક અવસ્થાને ત્યાગીને બીજી અવસ્થા સ્વીકારવી તેને પરિણામ કહેવાય છે
જેઓ આત્માને ફૂટસ્થ નિત્ય (કોઈ કાળે કઈ પણ ફેરફાર જેમા ન થાય તે ફૂટસ્થ નિત્ય કહેવાય છે) માને છે, અને ક્ષણિકધમ માને છે, તેમને ત્યાં આત્મામાં પ્રત્યક્ષ દેખાતો અનુભવાતો પરિણામ (ફેરફાર) ઘટી શકે તેમ નથી, આવી સ્થિતિમાં કરેલા કર્મોને ભેગ આમ શી રીતે કરશે ? અને અત્યાર સુખી આત્મા પાચ ક્ષણ પછી દુખી શી રીતે બનશે ?
આત્માને એકાન્તનિત્ય અને ફૂટસ્થ નિત્ય માનતા સુખ-દુખ. સગ-વિયોગના પ્રત્યક્ષ અનુભવાતા દ્વન્દો બની શકે નહી અને એકાતે ક્ષણિક માનતાં પણ સુખ–દુખના અનુભવ થઈ શકે તેમ નથી. માટે જ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે