________________
૪૮૪;
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૨૨, ઢાદિતમન-જેથી બીજાઓ ક્ષોભ પામે. - .
૨૩ શિવ-સવમાં ઉત્પન્ન થયેલા મારી વગેરે રોગો તથા ફલેશ અને ક કાસ વગેરે ભાવરેગોને નાશ પમાડનાર હોય.
૨૪. ઊંઘ-શાંતદષ્ટિવાલે હેય તથા સર્વે જીવોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર હાય
(દશવૈકાલિક હારિભદ્રવૃત્તિ ઉપર પ્રમાણેના ગુણોને ધારણ કરનારા આચાર્ય ભગવંત આખાએ સઘ (સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા)નું સુકાન સ ભાલે છે, સઘના યોગક્ષેમને વાંધો ન આવે આ વાતને ધ્યાનમાં રાખીને જ પોતાના શિષ્યોને સ ભાલે છે.
ગૌતમ સ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે આવા આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય. ભગવતે જ આ ભવે કે બીજા ભવે પણ મેક્ષને પામે છે. ત્રીજા ભવે તો ચોક્કસ મોક્ષે જાય છે. આ વાત ભગવતી સૂત્રની છે.
મૃષાવાદના પ્રકાર
મૃષાવાદ બોલનારાના સંબધી પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે મૃષાવાદથી બાંધેલા કર્મોવાલા છે જ્યાં જાય છે,. એટલે કે જે ભવમાં જાય છે ત્યાં કર્મોને વેદે છે
મૃષાવાનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ અજીક ભૂતનિહ્નવ રૂપે એટલે કે બીજાના ગુણેના સભાવને પણ છુપાવીને દૂષિત કરે છે, જેમકે સામેવાલે જીવ બ્રહ્મચર્ય પાલે છે છતાં પણ તેને ઉઘાડો કરવા માટે “આ ભાઈ બ્રહ્મચર્ય પાલતા નથી. તપશ્ચર્યા કરતા નથી. ક્રિયાકાંડ કરતાં નથી” વગેરે
લવું તે અલીક અસત્ય ભાષણ છે