________________
૪૮૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ || પિતાના વિષયમાં શિષ્યને ખેદરહિત પણે, સ્વીકારતા,
બેદરહિત પણે સહાય કરતા આચાર્ય કે ઉપાધ્યાય કેટલાક તે જ ભવમાં સિદ્ધ થાય, કેટલાક બે ભવ કરી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવગ્રહણને અતિકમે નહિ.
જે બીજાનું ખોટું બેલીને, અસભૂત બેલીને, મેટા મોટા દોષ પ્રકાશીને દૂષિત કહે, તે તેવાજ પ્રકારનાં કર્મો બાંધે છે. અર્થાત્ મનુષ્ય વગેરે નિમાં ઉત્પન્ન થાય, ત્યાં અભ્યાખ્યાન ફળ-કર્મને પ્રતિસંવેદે છે. ૮
જે નિરવ નથી છતાં પણ તે મુનિ યદિ સ્થાનક વિધ્ય આલેચન અને ગુરુ સમક્ષ પ્રતિક્રમણ કરી લે છે તે ભગવતીસૂત્ર તેને આરાધના કહે છે. પણ જાણીબુઝીને, ધૃષ્ટતા, ગૃહસ્થ પ્રત્યેની માયા, ઈન્દ્રિય લોલુપતા, આદિ કારણોને લઈને આધાકર્માદિ આહાર કર્યા છતાં પણ યદિ માનસિક જીવનમાં તે માટેની આલોચના નથી, પ્રતિક્રમણ નથી તે તે મુનિને વિરાધના થાય છે
સારાશ એટલે જ છે કે જે મુનિ પાસે આલોચના, પ્રાયશ્ચિત પશ્ચાતાપ, અને પ્રતિક્રમણ જેવા ભાવશસ્ત્રોની વિદ્યમાનતા છે, તે મુનિ આરાધક છે.
R ૭૮. ગૃહસ્થાશ્રમ સાથે સંબંધ રાખનારા, માતા, પિતા, ભાઈ, ભોજાઈ તથા પુત્ર પરિવારને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક ત્યાગ કરીને દીક્ષિત થયેલા મુનિરાજોના આત્મામાં સત્તામાં પડેલા કર્મો ઉદયકાળ ગમે ત્યારે પણ આવી શકે છે, અને થોડી જ વારને માટે પણ મુનિરાજોના મનમાં અધેર્ય, ખેદ, ગૃહસ્થાશ્રમની સ્મૃતિ, ભોગવિલા ભેગોની યાદ, તથા કષાય વગેરે ઔદયિકભાવ ઉપસ્થિત થતા જ ચિત્તની ચલાયમાન અવસ્થાની સંભાવના અવયંભાવિની છે તેવા સમયે અસ્થિર થયેલા મુનિઓને તથા સાધ્વીજી મહારાજાઓને