________________
૪૭૪]
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
હોય તે (૧) સિદ્ધ ભગવ તેના શરીરના પુલ જે સંસારમાં શેષ રહ્યા છે તે દ્વારા થતી પરપીડાને લઈને સિદ્ધ ભગવતોને પણ પણ ક્રિયાઓ લાગવી જોઈએ ? શંકાના સમાધાનમાં આમ કહેવાયું છે કે સિદ્ધ શિલા પ્રાપ્ત કરતા પહેલા જ પિતાના આત્માથી અતિરિક્ત બીજી બધી વસ્તુઓને વિસરાવી દે છે. એટલે કે નિર્વાણના સમયે, પિતાના જીવન કાળમાં અથવા ગતભવોમાં જે કંઈ થયું હોય તેને જ્ઞાનપૂર્વક ત્યાગી દે છે, અર્થાત તે તે પૌ– ગલિક ભાવોને અને તેની વાસનાને સંપૂર્ણ રીત્યા છોડી દે છે, આ પ્રમાણે પુગલ સાથે સબંધ સર્વથા છુટી ગયેલ હોવાની તેમને ક્રિયાઓ લાગતી નથી બીજી શંકા આ છે કે, જીવન શેષ રહેલા. પુદ્ગલમાંથી બનેલા શસ્ત્રો વગેરેથી થનારી જીવ હત્યાનું પાપ જેમ તે તે છોને લાગે છે, તે પછી લાકડામાંથી બનેલા પાત્રા, તર૫ણી, ઉનમાંથી બનેલા રજોહરણ, ચરવલા, કામલી વગેરે ધાર્મિક ઉપકરણોનો ઉપયોગ મુનિરાજે કરે છે અને મુનિરાજેની સયમ સાધનામાં તે ઉપકરણ સહાયક છે તો પછી આ પદાર્થોના મૂળભૂત જીવોને પુણ્ય બંધન પણ થતું હશે ?
જવાબ આપતા ટીકાકાર કહે છે કે, તેમને પુણ્ય બંધન. ચતું નથી, કેમ કે તે તે જીવને પિતાનું શરીર છોડતા પહેલા આવો સંક૯૫ હોતો નથી કે મારા શેષ રહેલા યુગલો સાધુ મહારાજાઓના સયમ માટે ઉપકારક થાય ! તે જ મિથ્યાત્વી હોવાના કારણે તેમને પુણ્ય બંધન કરવાની સંજ્ઞા નથી, લેગ્યા નથી માટે પાત્ર, તરપણ આદિ પુગલોના મૂળ જીવોને પુણ્ય બંધન નથી થતું. જ્યારે ધનુષ્ય બાણ આદિના મૂળ ને જીવ હિંસાને વિરામ નથી તેના ત્યાગને ભાવ નથી માટે પ્રતિક્ષણે જીવ હિંસાના દ્વાર ખુલ્લા હોવાથી થનારી જીવ હિંસાને રોકી શકાય તેમ નથી