________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૩
* પ્રાણ હત્યા માટે તૈયાર થયેલે દેવી માણસ તો ક્રિયાવાલે થાય જ છે. પરંતુ ભૂતકાળમાં જીવોના શેપ રહેલા પુલોથી ધનુષ્ય, ડેરી અને બાણ બનેલા છે યદ્યપિ અત્યારે તો એ પદાર્થો અજીવ છે, પુદ્ગલ છે, પણ કેઈક પ્રસગે એજ અજીવ પુદ્ગલે કઈ પણ જીવનાં શરીર જ હતાં, ત્યારે તે જીવોએ પોતાનું વર્તમાન શરીર છોડીને ભવાતર ભલે કર્યું હોય તે પણ તેમના શેષ રહેલા પુદ્ગલેથી યદિ જીવ હિંસા થતી હોય તો તે હત્યા જનક ક્રિયાઓ કોને લાગશે 2 અજીવ તો ક્રિયા વિના જ હોય છે માટે તે ક્રિયાઓ તે પુદ્ગલના બનેલા ધનુષ્ય, બાણ આદિને તે લાગી શકે તેમ નથી છતા એ ધનુષ્ય બાણથી પારકાના પ્રાણ તો જાય જ છે આવી સ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે, તે પુદ્ગલે જે જીના ભૂતપૂર્વ શરીર તરીકે રહ્યા હતા. તે સમયે જીવોમાં પાપના ત્યાગ રૂપ વિરતિના પરિણામ મુદ્દલ ન હોવાના કારણે તેમના શેષ રહેલા યુગલે પણ જે જીવ હત્યા કરે છે તેનું પાપ તે જીવાત્માઓને પણ લાગશે ૮૪ લાખ જીવ યોનિનો કેઈ પણ જીવાત્મા જ્યારે પિતાનું વર્તમાન શરીર છેડે છે. ત્યારે શેષ રહેલા શરીર અને પુગલે બીજાઓને જે કઈ પીડા કરશે તેનું પાપ તે પુદ્ગલના માલિકને લાગે છે, આ વાત અતીન્દ્રિય જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીની છે, તેમણે કહ્યું કે, જે લાકડાથી કે વાસથી ધનુષ્ય બન્યું છે તે વાસના જીવને પણ પાચે ક્રિયાઓ લાગે છે.
જે જાનવરના શરીર પુગલથી ચામડાની ડોરી બની છે, તે જાનવરને પણ પાચે ક્રિયા લાગે છે અને ખાણમાંથી નીકળેલા લેખડમાથી જે બાણ બન્યું છે તે લેખડના છાને પણ પાંચે ક્રિયાઓ લાગે છે. શ કા કરનાર કહે છે કે જેના શેષ રહેલા પુગલોથી થતી પરપીડાને લઈને પણ જે પાચે ક્રિયાઓ લાગતી