________________
૪૬૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
અલ્પ–આશ્રવ, અને અલ્પવેદનાવાલે થાય ?
અગ્નિકાય જીવમાં દાહકશક્તિ હોવાના કારણે તે બીજા ને બાલ્યાવિના, બીજાના જીવનને સમાપ્ત કર્યા વિના રહી શકતું નથી. યદ્યપિ અગ્નિને સલગાવનાર તેમાં લાકડા કે કેલસા નાખનાર તે પિતાના આશય પ્રમાણે કર્મબંધન કરવાનો જ છે, પરંતુ અગ્નિકાય પોતે પણ બીજાને બાળતિ હોવાથી મહાફિયાવાન છે, બીજાના પ્રાણને સમાપ્ત કરનાર હોવાથી મહા–આવવાલે છે, બીજા જીવોને હણનાર હોવાથી મહાભયંકર જ્ઞાનાવરીયાદિ કર્મોને બાંધનારે છે. સ્થાવર યોનિમાં પણ ભયંકર કર્મોને કરનારે અગ્નિકાય આવતા ભવને માટે મહાભયંકર વેદનાને ભોગવવાવાલે હોય છે. આમ કર્મ બાંધવાની પરંપરા અને પ્રક્રિયા પ્રત્યેક
નિમાં, પ્રત્યેક સ્થાનમાં જીવાત્માઓને માટે નિર્ણત છે. પિતાની મેલે બુઝાતા અગ્નિમાં દાહક શક્તિ ઓછી થતી જાય છે, અને થાવત રાખ રૂપે થયા પછી તે બાળવાની શક્તિ ન હોવાને કારણે અગ્નિકાય કર્મબંધન કરતો નથી ભાવ અગ્નિ
આતે દ્રવ્ય-અગ્નિની વાત કરી પણ ઉપચારથી ભાવ અગ્નિ (ક્રોધ, રોષ, અસહિષ્ણુતા, અદેખાઈ) તે તેનાથી પણ ભયંકર છે. દિવ્ય અગ્નિ તો પોતાની મર્યાદામાં રહેલા જીવોને જ સમાપ્ત કરે છે..
જ્યારે કષાય–અગ્નિ તે પૂરા સસારને વૈર-ઝેરની આગમાં ધકેલી દે છે. જેના કારણે સંસારની–અર્થાત જીવમાત્રની શાન્તિ–સમાધિ અને સમતા જ ખાટવાઇ જાય છે, કેંધની જવાળા જ્યારે પ્રગટે છે ત્યારે તેની સાથે રહેવાલાઓની બુદ્ધિમાં પણ અકળામણ, મુઝવણ આવીને કિંકર્તવ્ય મૂઢતા જેવી સ્થિતિ થઈ જાય છે અને પછી તે “ભડક્લે ધરૂપી અગ્નિ બીજાને ત્રીજાને, અને એક દિવસે જાતિમાં, સમાજમાં, ધર્મમાં, સપ્રદાયમાં પણ પ્રવેશ કરીને સૌની સદબુદ્ધિને