________________
શતક-૫ મું ઉદ્દેશક–૬]
[૪૬પ
કર હાનિક ભય કર કમેન
શત મળશે
તેને માલિક ખૂબ જ હેરાન જ્યારે થાય છે, ત્યારે તે વસ્તુને તે ભાગ્યશાળી પાછી યથાસ્થિત મૂકી દઈને તેના માલિકને જ ચાર તરીકે જાહેર કરવાની ભાવનાથી પણ વસ્તુનો હેરફેર થાય છે.
(૫) અને ચોરી કરવાની ભાવનાથી ચોરી કરાય છે. ઉપરના પાચ કારણોને લઈને અદત્તાદાનના વિરમણ વિનાના માટે જ પૂર્વ ભવના કુસંસ્કાર, કુચેષ્ટા, તથા કુટેવને વશ થઈને માણસ બીજાની વસ્તુ માટે દાનત બગાડે છે.
પણ આવી આતવાલા ભાગ્યશાલીને સમજવું જોઈએ કે આમ કરવાથી સામે વાળાને હાનિ થાય કે ન થાય પણ આપણા આત્માને તે ભયંકર હાનિ થયા વિના રહેતી નથી, આપણી કુટેવના કારણે સામે વાળો જીવ ભયંકર કર્મોને ઉપાર્જન કરે, અને દુર્ગતિને માલિક બને, એથી આપણને મેક્ષ શી રીતે મળશે ? અને મેક્ષની આરાધના સકળ શી રીતે બનશે ? જ્યારે ત્યારે ખોવાયેલી વસ્તુના માલિકનેછેવટે હાર્ટ ફેલ થવાના સમયે પણ ખ્યાલ આવશે કે, મારી વસ્તુને અમુક ભાગ્યશાળીએ લીધી છે તે મરનાર સાથે ચેરનાર પણ કર્મોના બંધનથી બંધાયા વિના રહેવાને નથી. પરિણામે ભવોભવને માટે તે જીવાત્મા સાથે બંધાયેલો વૈર ચેરી કરનારને તો માર્યા વિના, રેવડાવ્યા વિના, ભૂખે માર્યા વિના, દંતલેશ કરાયા વિના અને છેવટે જાનથી માર્યા વિના કે મરાવ્યા વિના રહી શકે તેમ નથી. મશ્કરી કરનાર માણસની મકરીને ભોગ થયેલો માણસ જ્યારે વિના મોતે મરે છે ત્યારે મશ્કરી કરનારને ભાન થાય છે કે, “આ પાપથી હું કયારે છૂટીશ” વાસુદેવ લક્ષ્મણના મોતનું કારણ બનનાર દેવને કેટલું બધા પશ્ચાતાપ હતો !
આપણી મોઝની ખાતર બીજાને હેરાન કરવાની ભાવના પણ માણસને હિંસક બનાવે છે. આ બધી વાતને ખ્યાલ અપાવવા