________________
શતક-૫ મું ઉદ્દેશક]
૪િ૫૫ ,
સત્ય જ પરમાત્મા છે. કેમ કે જીવનના સત્યાચરણમાં ભગવાનને વાસ છે. સત્ય ભાષા જ અહિંસક ભાષા છે, માટે સત્યને છેડીને બીજા ભગવાનની કલ્પના કરવી એ કેરી કલ્પના જ છે, જીવનની વૃત્તિમાત્ર તથા પ્રવૃત્તિ માત્રમાં સત્યતા એટલે કે અસત્યતા કે મૃષાવાદનો ત્યાગ આવ્યા સિવાય માણસ અરિહંત બની શકતો નથી
* અરિહંત પદને બાધક જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, સ પ્રદાથવાદ, ઝિયાવાદ અને વિત ડાવાદ આદિ મુખ્ય છે. કેમ કે આમાં , અસત્યતાનો અશ આવ્યા વિના રહેતો નથી. એ મદનો અને વાદને માલિક ગમે તે તપસ્વી અને ત્યાગી હોઈ શકે છે પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ કરી શકે તેમ નથી.
આજ વાતને ભગવત શ્રી હેમચન્દ્રાચાર્યજીની સાક્ષી આપી દઈએ “જ્ઞાનવાગામ્ ૪ વમેવ વારિત ” એટલે કે જ્ઞાન અને ચારિત્રનું મૂલ જ સત્ય વચન છે, અને ભગવાન ભાષ્યકારના વચનને અનુવાદ કરીને કહીએ તે જ્ઞાન સાથે સમ્યગુ. દર્શનનું પણું ગ્રહણ સમજી લેવાનું છે સમગ્ગદર્શન વિના સમ્યગુનાન અને ચારિત્ર નથી, માટે ત્રણે રનોની પ્રાપ્તિનું મૂલ સત્ય વચન જ છે
“જ્ઞાનાિરાવાં ત્રઃ” જ્ઞાનમાં દર્શન પણ લેવું અને ચારિત્ર (ક્રિયા) એટલે સત્ય ધર્મ લે.
સત્ય જીવન વિના ચારિત્રની આરાધના અધુરી છે, સાવ અધુરી છે કેમ કે અહિંસા ધર્મની આરાધના માટે જ બીજા તેને પાળ (વાડ) તરીકે અનિવાર્ય રૂપે માન્યા છે. એમાં પણ સત્યવ્રત જે તૂટી જાય તે બીજા વ્રતો શી રીતે ટકશે ?