________________
(૪૫]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રત્યક્ષ રૂપે દેખાતી સંસારની આ વિચિત્રતાને હલ શી રીતે કરવી ? અને જ્યા સુધી આ પ્રશ્નોનો નિર્ણય ન થાય ત્યાંસુધી સમ્યજ્ઞાનમાં પણ અધુરાપણું રહેશે.
ઈશ્વર તે મહાદયાળુ છે, જીવ માત્રને પરમ મિત્ર છે, અને સ્વતઃ નિરાકાર એટલે શરીર વિનાને છે તે શા માટે આવા ગોરખ ધંધા કરવામાં બદનામ થાય ? જીને બધી રીતે દુખી જોઈને ભગવાનને જે બાળકની જેમ મજા આવતી હોય તે તે પરમાત્માની મહાનુભાવતા કયાં રહી ? દયાલુ માણસ તે સર્વત્ર સુખ શાતિ અને સમાધિનું સર્જન કરનાર હોય છે પણ સસાર તેવો દેખાતું નથી, કેમકે જીવમાત્રને સુખ થે જ છે અને દુખ અનંત છે. પછી પરમાત્માની દયા, અને દયાલુતા કક્યાં રહી ? “મૃત્યુ પામેલે જીવ ઈશ્વરના દરબારમાં હાજર થાય છે, ત્યાં ધર્મરાજ તે જીવના પુણ્ય તથા પાપના લેખા જોખા જુએ છે. અને પછી ન્યાય કરીને તે જીવાત્માને સુખ દુખ આપે છે, અને તે તે સ્થાનકમાં પટકે છે.” આવા સિદ્ધાન્તથી તો ઈશ્વરની સત્તા કરતાં પણ કર્મસત્તાની બલવત્તાનો નિર્ણય થાય છે અર્થાત જીવાત્માએ જેવા કર્મો કર્યા હોય તેને અનુરૂપ જ ફળ ભોગવવા પડે છે. માટે જ કર્મસત્તા સર્વોપરી છે. અન્યથા રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. આની ખબર ભગવાન જેવા ભગવાન રામચન્દ્રને પણ કેમ ન પડી ?
સંસારનું નિર્માણ કરનારા ભગવાને “સોનાનું હરણ તે બનાવ્યું નથી. તે આ સુવર્ણ યુગ કયાથી આવ્યો ? ભગવાન પણ ભલ્યા અને સુવર્ણમૃગને લેવા માટે પાછલ દેડ્યા, તે શી રીતે બન્યુ ? રાવણ સાથે યુદ્ધ કરીને લાખ કરોડે માણસોને મૃત્યુના વાટે ઉતાર્યા, જેને લઈને મરેલા માણસોની વિધવા બનેલી સ્ત્રીઓ,