________________
શતક-પ, મું ઉદ્દેશક-૬]
: [૪૪૯
મરી ગયો ? ગર્ભમાં હતા ત્યારે જેની માતાએ દૂધ, મલાઈ, અને માલપુઆ ખાધા છે છતા પણ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ કેમ મરી ગયે ? માતાનું એક સંતાન બધી વાત હુશીઆર છે જ્યારે બીજી સંતાન બે, બોબડું, અને બુધુ શાથી થયું ? માતા પિતાના ખોરાક ધણા જ સારા હોવા છતા પણ તથા ફેમીલી ડોકટરોની ઘણું જ કાળજી પૂર્વકની સેવા પ્રાપ્ત થયેલી હવા હતા પણ જન્મ લેનાર બાળક લુલ, લગડે, કાળા રંગનો શી રીતે થયું ? અને ભણતરમાં ભોપ શાથી રહ્યો ?
જ્યારે બીજો બાલક બધી રીતે હુશીઆર શી રીતે બને ? એક સરખી આકૃતિ અને જેડલા રૂપે જન્મેલા બે બાળકોમાં ચારિત્ર, પરાક્રમ, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સંપત્તિમાં આકાશ પાતાળ જેટલો ફરક શા માટે છે ? માતા પિતા અને ભણવાના. સાધને એક સરખા સારા હોવા છતા એક સંતાન દુરાચારી બને છે જ્યારે બીજો સદાચારી, એક માયકાગલ બીજા બહાદુર, એક વૈરાગી બીજે લબાડ શા કારણે બને છે ?
પ્રતાપ, ઉદ્યમ, સાહસ એક સરખા હોવા છતા પણ એક સફળતાના સોપાન સર કરે છે જ્યારે બીજો બાપની મુડી પણ નાશ કરી નાખે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી દેવી ભાષાને ભલે પણ દુરાચારી શા માટે ? અને અંગ્રેજી ભાષાને જાણનારો સદાચારી શા માટે ?
કાન, આખ, નાક, મસ્તિષ્ક, હૃદય અને શરીરના પેરાલિસ્ટ ડોકટરે પણ બેરા, બેબડા, બેડલ, ચક્ર ગાંડા, ખરાબ હદય અને શરીરના શા કારણે થાય છે ? દાંતના ડેકટરના પણ દાતા અકાળે પડે છે, આંખના ડોકટરો પણ અંધ થાય છે. તેઓ પોતાના દાત અને આંખ કેમ બચાવી શકતા નથી ?