________________
• શતક–પ મું ઉદ્દેશક-૪}
[૪૨૧
સમ્યગૂ, યથાર્થ અને સ્વપર વ્યવસાયી વિશેષણો સાર્થક છે.
આત્માના બધાએ ગુણોમાં સૂર્યની જેમ સ્વપર પ્રકાશક ગુણ કેઈ હોય તો તે જ્ઞાનગુણ જ છે. જે પોતે પોતાને તો પ્રકાશિત કરે જ છે પણ સંસારના બધા દ્રવ્યોને અને પર્યાને પણ પ્રકાશિત કરે છે. માટે જ જૈન દર્શનકારેએ સમ્યગૂજ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. પૌદ્ગલિક પદાર્થ કઈ પણ એવો છે જ નહી જે સ્વપર પ્રકાશક હેય આપણું શરીર સાથે લાગેલી આંખમાં જે
બેન્દ્રિય હોઈને પૌગલિક છે માટે જ કઈક સમયે આખમાં તેજનો અભાવ પણ હોઈ શકે છે, અથવા મેતી બિન્દુ અને પીળીયા આદિ રોગને કારણે પણ ચક્ષુજ્ઞાન બરાબર થઈ શકતું નથી ચક્ષુ સ્વતઃ જડ હોઈ છે કેઈપણ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે તે સમર્થ નથી.
આત્માના ઉપયોગથી ચક્ષુના કારણે થતું જ્ઞાન પણ અમુક કારણેને લઈને ચક્ષુ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પહેલાના ચાક્ષુષજ્ઞાનો આત્માને સ્મરણમાં રહે છે, જે અનુભવ ગમ્ય છે માટે જ્ઞાનમાં આત્માનો ઉપયોગ જ મુખ્ય કારણ છે. પણ ચક્ષુ–આદિ - ઈ િનથી. ત્યારે એ નિશ્ચિત છે કે પદાર્થના પરિજ્ઞાનમાં અનંત -શક્તિને સ્વામી અને ચૈતન્ય ગુણ વિશિષ્ટ આત્મા પોતે ચક્ષુને પ્રેરક બને છે. ત્યારે જ ચક્ષુ રૂપનું ગ્રહણ કરવામાં, કાન સાંભળવામાં, જીવ સ્વાદ લેવામા, નાક સૂંઘવામા, અને સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવામાં સમર્થ બને છે.
મકાનને જેમ બારીઓ હોય છે અને તે દ્વારા સચેતન માણસ બાહ્ય દને જોઈ શકે છે તેમ શરીર મકાન છે અને તેમાં રહેલી પાંચે ઈન્ટિ, બારીઓ છે જે જડ હોય છે. જડમાં જડત્વ ધર્મ જ હોઈ શકે છે. કેઈ પણ કાળે અને કેઈને સામર્થ્યથી પણ જડમાં ચૈતન્ય ધર્મ આવી શકે તેમ નથી તેવી જ રીતે નાક,