________________
૪૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ “
વિપરીત જ્ઞાન પણ પ્રમાણ નથી કેમકે પાર્થ જે સ્વરૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવુ તે વિપરીત જ્ઞાન છે.
જેમકે આત્મા ચૈતન્યસ્વરૂપ, પરિણામ, કર્તા, સાક્ષાત્ ભક્તા, સ્વદેહપરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને પૌગલિક અદઝવાન છે.” છતાં પણ વિપરીત જ્ઞાનને કારણે તૈયાયિકે આત્માને જડ સ્વરૂપે માને છે, ફૂટસ્થ નિત્યવાદી સાખો આત્માને અપરિણામી માને છે. તથા કર્તા અને ભોક્તા નથી માનતા, નૈયાયિકે આત્માને શરીર વ્યાપી નથી માનતા, અદ્વૈતવાદિઓ વ્યાપક માને છે અને તૈયાયિકે અદષ્ટ ને પૌગલિક નથી માનતા.
જ્યારે પદાર્થને કોઈ પ્રકારે પણ નિર્ણય કરવાની ક્ષમતા નથી રહેતી તે અનધ્યવસાય કહેવાય છે, જે અપ્રમાણ છે
પદાર્થના પરિજ્ઞાનમાં સૌથી પહેલા “અવગ્રહજ્ઞાન” થાય છે. જેથી એટલે પણ નિર્ણય થાય છે કે “સામે વાલે પદાર્થ તુ હુ” નથી પણ માણસ જ છે. અને ત્યાર પછી “ઈહા ” જ્ઞાનમાં સામેવાલે, પદાર્થ રાજસ્થાની જ છે. આ નિર્ણય થાય છે. પણ. અવગ્રહ અને ઈહાની વચ્ચે મતિજ્ઞાનાવરણીય કર્મના ઓછા ક્ષયપશમને લઈને સંશય થાય છે કે આ કોણ હશે ? રાજસ્થાની હશે 2. કે ગુજરાતી હશે ?
જીભ ઉપર પડેલે રસ “લીબુનો હશે કે મેસ બીનો હશે ? ઇત્યાદિક સશય જ્ઞાન થવાના કારણે એક કેટી પણ નિર્ણય કરી શકાતી નથી
જ્યારે વિપરીત જ્ઞાન મિથ્યાત્વમોહ તથા પૂર્વગ્રહને લઈને થાય છે અને અનવ્યવસાય જ્ઞાન ઈન્દ્રિયોની પટુતાનો તથા લબ્ધિ ભાવેન્દ્રિયના ક્ષયે પક્ષમના અભાવે થાય છે. માટે. પદાર્થનું જ્ઞાન નહી કરવાને કારણે સશયાદિ પ્રમાણ ન હોઈ શકે–તેથી જ્ઞાનમાં