________________
૪૧૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
છે કે મિથ્યાજ્ઞાન –સંશયજ્ઞાન–વિપરીતજ્ઞાન, ઈન્દ્રિયસન્નિકર્ધજ્ઞાન પ્રમાણ હોઈ શકે નહી કેમકે તે લક્ષણોવાલા પ્રમાણમાં પદાર્થના સત્યસ્વરૂપનો નિર્ણય કરવાની મુદ્દલ શક્તિ નથી, અને લક્ષણ યદિ પિતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોય તે લક્ષણ એકવાર નહી પણ હજાર વાર જૂઠું છે.
જે પ્રમાણથી સત્ય—અને સમ્યગૂજ્ઞાન ન થાય તેવા પ્રમાણે, અનુમાનો અને વિતડાવા અને તેમના ગૂ થેલાં શારે આપણી જીવનને સત્યજ્ઞાનને પ્રકાશ આપી શક્તા નથી.
(૧) તેથી જ આત્માને પણ સાક્ષાત્કાર કરી શકાતો નથી.
(૨) આત્માને ઓળખ્યા વિના પરમાત્માની ઓળખાણ અસંભવ છે.
(૩) તે વિના હિસા, જૂઠ, ચેરી, કુકર્મ અને પરિગ્રહની માત્રા છુટી શકે તેમ નથી 1 (૪) તેમ થતાં માયામાં બંધાયેલો છવ મોક્ષ મેળવી શકે તેમ નથી.
(૫) અને મોક્ષ મેળવવાનો પુરૂષાર્થ ન મેળવી શક્યા તો હજારે શાસ્ત્રો -વિતંડાવાદો પણ આપણુ કલ્યાણ કરાવી શકે તેમ નથી.
આ બધી વાતોનું ધ્યાન રાખીને જૈનાગમ જ સમ્યગૃજ્ઞાનને પ્રમાણ માને છે, કેમકે તે યથાર્થ જ્ઞાન છે, તેમજ પોતાનો અને પરને નિર્ણય કરવામાં પૂર્ણ સમર્થ છે
સ્વ એટલે પિતાનું, અને પર એટલે જ્ઞાનને છોડીને સંસાર ભરના પ્રત્યેક પદાર્થોને નિર્ણય કરાવવા માટે સમ્યગજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે.
પદાર્થમાં રહેલા જુદા જુદા આકારનામો–ગુણો આદિ વિશેષ પ્રકારે જેનાથી જણાય તે જ્ઞાન છે અને પ્રમાણ છે. જ્યારે તે જ