________________
૪૧૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગૌતમ તે દેવે તરફ જાય છે. દેવે સામે આવે છે અને ગૌતમના પૂછયા સિવાય જ તેમણે કહ્યું કે મહાશુર્ક નામના કપથી મહાસર્ગ વિમાનથી અમે આવ્યા છીએ. અમે મનથી જ ભગવાનને વાંદ્યા ને મનથી જ પ્રશ્ન કર્યો–ભગવાને પણ અમારા મગત ભાવને જાણીને મનથી જ જવાબ આપ્યું કે મારા સાત શિષ્ય સિદ્ધ થશે.
પછી તેઓ ભગવાનને વાદી–નમી જે દિશાથી પ્રકટયા હતા તે દિશામાં અંતર્ધાન થઈ ગયા. પ ગુરુ શિષ્ય સંબંધ
f ૬૫. ગુરુ અને શિષ્યનો સંબધ માતા અને પુત્ર જેવો જ હોવો જોઈએ તો જ તેમાથી સુગંધ આવશે અને સમાજનું અભ્યત્થાન થશે. તત્કાળ જેને પ્રસૂતિ થઈ છે તે માતાને પોતે રેગિષ્ટ ન બને તે માટે પિતાના સંતાનને સ્તનપાન કરાવવાની ગરજ છે. અને પોતે આહાર વિના મરે નહી તે માટે જન્મેલા બાલકને સ્તનપાન કરવાની ગરજ છે. આમ પારસ્પરિક બનેને ગરજ રહેલી હોવાથી જ આ ક્રિયામાથી અમરતત્ત્વ અને માતા પુત્રનો અગાધ સ્નેહ સાગર ઉભરાયા વિના રહેતું નથી તે રીતે પોતાના જેવો અથવા પોતાનાથી સવાયો શિષ્ય બને તેવી ગરજ ગુરુને હોય. અને હું મહાન વિદ્વાન બનું, અને આત્મ કલ્યાણ સાધું તે માટે ગુરુને વિનય–વિવેક સાચવુ. તેવી ગરજ શિષ્યને હોય તે, સમાજનું અને સામાજિક જીવનનુ કલ્યાણ થયા વિના રહેતુ નથી હવે આ ગરજમાં જેટલી ઉણપ તેટલા જ વારિક ભાવ ભડકશે, અને પ્રચછન્નરૂપે પણ સમાજને હાનિ થયા વિના રહેતી નથી મહાવીર
સ્વામી ગુરુ હતા. અને ગૌતમ સ્વામી શિષ્ય હતા. બને નિષ્પરિગ્રહી - તથા મોક્ષગમનની તત્પરતાવાલા હતા. માટે ગુરુ શિષ્યની જોડીએ