________________
૪૦૦]
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
(૫) બળદને માલિક પણ હીનબળવાલા માણસને જોઈને હસ્યા વિના રહેતો નથી.
(૬) પુસ્તકપાનાને જ્ઞાની પણ બીજાના અજ્ઞાનને લઈને તેના ઉપર હસતો જ રહે છે.
() રૂપનો ઘમડી કાલા રંગના માણસને જોઈને પોતાની મૂછમાં હસતો જ રહે છે.
(૮) તપશ્ચર્યાને મદ રાખનારે પણ બીજાઓ ઉપર હસ્યા વિના રહેતું નથી.
માયાવી માણસ પિતાની માયાજાલમાં બીજાઓને કસાવ્યા પછી પિતાની મિત્ર મડળીમાં ખડખડાટ હસે છે. -
લેભી માણસ જ્યારે ગ્રાહકેને ઠગે છે ત્યારે આ ભાઈ સાહેબ ગ્રાહકે ઉપર અને નાના વ્યાપારીઓ ઉપર હસવામાં જ મસ્ત રહે છે.
પિતાની ભાડ ચેષ્ટા દ્વારા બીજાઓને હસાવીને તથા મોહધેલ. બનાવીને પોતે હસતા હસતા પણ કહે છે કે
દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે”
પરપદને નશો ચડ્યા પછી અને મનગમતા મેઝ શેખ માણ્યા પછી પણ માણસ જેને કામના સુખો નથી મલ્યાં તેમના ઉપર હસતા વાર લગાડતો નથી,
અને સ્ત્રીવેદમાં ભાન ભૂલેલી સ્ત્રી, વાંઝણી સ્ત્રીને કન્યાને તથા વિધવાને જોઈને હસતી જ રહે છે
નપુસકેદમાં રહેલા માણસો બીજાઓને પિતાના તરફ આકર્ષવા માટે હસતા જાય છે, તાલીઓ પાડતા જાય છે અને લટકા-મટકા કરતા જાય છે.