________________
શતક-૫ મું ઉદ્દેશક-૪
[૩૯૭
છદ્મસ્થ મનુષ્ય હસે છે ને ઉતાવળે પણ થાય. પરંતુ કેવલી ન હસે ને ન ઉતાવળે થાય. કારણ કે કેવળીને ચારિત્ર સેહનીય કર્મનો ઉદય જ નથી. હસતે અને ઉતાવળે થતે જીવ સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક સુધી સમજવું હાસ્ય મોહનીય કર્મ
મુ ૬૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને આંતરાય નામના ઘાતી કર્મોને ભાર જેમને હોય તે “અવસ્થ” કહેવાય છે માટે તેમને હસવું અને ઉતાવળા થવુ, આ બને ભાવ હોય છે. જ્યારે કેવળજ્ઞાનીને હસવું કે ઉતાવળા થવાપણું નથી. કારણ વિના કાર્ય બનતું નથી અનાદિ કાળથી પ્રવાહરૂપે ચારિત્રમોહનીયકર્મના કારણે છાસ્થ માણસને હસવાનું થાય છે અને પ્રત્યેક પ્રસંગે ઉતાવળ કરવાનું મન થાય છે.
ઘણા દાખલાઓમાં આપણે જાણીએ છીએ કે હસવાની ક્રિયાને આધ્યાત્મિક જીવન સાથે કદર વૈર છે અને બેલવામાં, ચાલવામા, ખાવામાં અને કામકાજ કરવામાં ઉતાવળને લઈ કઈ પણ કાયદો થતો નથી. માટે વૃદ્ધ માણસે કહે છે કે “રેગનું મૂળ ખાસી અને કજીયાનું મૂળ હાસી’
આત્માની અન ત શક્તિઓને વિકાસ થવા દેવામાં હાસ્ય કર્મને જ અતરાય નડે છે, જે ચારિત્ર મોહનીયકર્મના કારણે થાય છે. આત્માના દર્શન થવામાં દર્શનમોહનીયકર્મ અને આત્માના વિકાસમાં ચારિત્રમોહનીય કર્મ નડતરરૂપે બને છે “ ચારિત્ર मोहयतीति चारित्रमोहनीयकम:”
આ મેહનીયકર્મના ૨૫ ભેદો (પ્રકારે) નીચે લખેલા જાણવા..