________________
શતક-૫ મું ઉદ્દેશક-૨]
[૩૮૫
ત્રસ જીવેાના નાશ કર્યા પછીજ બનેલુ રેશમી વસ્ર નિષ્વ સ પરિણામેાને નેતરે છે જે ધીરેધીરે આત્માને પણ કઠોર તથા નિર્દયી બનાવે છે. પૂજા માટે કરાતી સ્નાનની વિધિ પણ જ્યારે અહિસક અને નિર્દોષ બતાવવામા આવી છે તે પછી ત્રસ જીવાની હત્યાથી બનેલા વસ્ત્રાનુ પરિધાન જૈનાચાર્યંત સમ્મત હાઈ શકેજ નહી.
ચેડેક વિવેક રાખીએ અને વિવેકથી વિચારીએ તે યદ્યપિ જીવત્યા પાપજ છે તે પણ ગૃહસ્થને કે સાધુને અનિવાર્ય રૂપે પણ તે પદાર્થોના ઉપયાગ કર્યા વિના ચાલી શકે તેમ નથી છતાં પણ અહિંસક થવાના દાવા કરનાર ભાગ્યશાળી એકેન્દ્રિય જીવાથી ઉત્પાદિત પદાર્થાને ત્યાગ કરીને જ્યારે ત્રસ જીવેાની હત્યાથી જ બનતા વસ્ત્ર માટે આગ્રહ રાખે છે, મમત્વ રાખે છે, અને તેમા ભાવસૃદ્ધિ થતાં, પ્રભુપૂજામા આનન્દ આવે છે એવા ખ્યાલાતે પ્રત્યે આસક્તિ રાખે છે, ત્યારે કહેવું જોઇએ કે તે ભાઈ જૈનધર્મના મને સમજી શકયા પણ નથી.
વીતરાગની પૂજા અહિસક બનવાને માટેજ હાય છે. કેમકે વીતરાગ દેવ સ્વયં સ પૂર્ણ અહિંસક છે. માટે ત્રસ જીવેાના વધથી અનેલુ રેશમી વસ્ત્ર જેમ ત્યાજ્ય છે, તેવી જ રીતે વનસ્પતિથી અનેલુ બનાવટી રેશમનુ વસ્ત્ર પણ એટલા માટેજ ત્યાજ્ય છે કે તેનાથી ઇન્દ્રિયાની ગુલામી વધે છે જે ભાવહિસા છે આ બધા સાક કારણાને લઈને જૈનધર્મના અનુયાયી અહિંસક બનવા માટે તથા ઇન્દ્રિયાને સ્વાધીન કરવા માટેજ પ્રયત્નશીલ અને જે મેાક્ષ મેળવવા માટેની ટ્રેનિગ છે.
પ્રશ્નોત્તરના સારાશ એટલાજ છે કે પરિગ્રહની મમતા–માયા ધીમે ધીમે છેાડતા જવું અન્યથા ઇન્દ્રિયાની ગુલામી વધશે,