________________
૩૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
--
----
--
--
-
ઉપર ગરમાગરમ પાણી રેડવામા આવે છે. અને નેતરની નાની સટીથી ધીમે હાથે ટીપવામાં આવે છે, ત્યાર પછી ગાયનું ચામડુ તેમના માંસથી ઉપસી જાય છે, ફરીથી ગરમ પાણી રેડાય છે અને પાછું ટીપવામાં આવે છે. પછીથી મશીન દ્વારા ચામડું આખું ને આખુ કાઢી લેવામાં આવે છે. જીવતા જાનવરનું આ ચામડું મુલાયમ હોવાના કારણે તેમાંથી બનેલા પદાર્થો પણ નરમ હોય છે અને આપણી ચામડાની આંખને સારા લાગે છે. - નાની ઉમરની ગાયને આ પ્રમાણે રીબાવીને જે ચામડું કઢાય છે. તે વધારે નરમ હોય છે
વાછરડાઓનું ચામડું તેનાથી પણ વધારે નરમ હોય છે અને ગર્ભગત વાછરડાનું ચામડું સૌથી વધારે નરમ હોય છે. આજકાલ આ ચામડાનો વપરાશ વધારે પડતો થયો છે. જે મહાહિસક તથા નિર્વ સ પરિણામોનો ઉત્પાદક હોવાના કારણ વીતરાગ પરમાત્માની પૂજા કરનારા, સેના ચાંદીના વરખથી પ્રભુની અંગરચના કરનારા, સામાયિક, પ્રતિક્રમણ કરનારા ભાગ્યશાલિઓએ કઈ કાળે પણ ઉપરના પદાર્થો વાપરવા ન જોઈએ
રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે ' તેવી જ રીતે ગૃહસ્થને માટે વસ્ત્રનું પરિધાન અનિવાર્ય છે. તે પણ રેશમનું વસ્ત્ર સર્વથા ત્યાજ્ય એટલા માટે છે કે તે વસ્ત્ર ત્રસ જીની હત્યા વિના બનતું નથી. જ્યારે સુતરાઉ વસ્ત્રમાં એકેન્દ્રિય જીવોનો ઉપયોગ થાય છે. ગૃહસ્થમાત્ર એકેન્દ્રિય (સ્થાવર જીની હત્યા છોડી શકતા નથી કેમકે હરહાલતમાં ગૃહસ્થાશ્રમને સુચારૂરૂપે ચલાવવા માટે તે અનિવાર્ય છે. જ્યારે ત્રસ જીવોની હાથી બનેલું રેશમી વસ્ત્ર સર્વચા ત્યાજ્ય એટલા માટે છે કે