________________
શતક-૫ મું ઉદ્દેશક-૨]
[૩૩
હવે મહાવીર સ્વામીના અનુયાયી ગૃહસ્થાશ્રમિઓને માટે પણ વિચારી લઈએ, “ તિgતીતિ દળ. દિળી દમુથ અર્થાત ધર્મપત્નીનો પરિગ્રહ સ્વીકાર્યા પછી બીજા પરિગ્રહોની પણ આવશ્યકતા અનિવાર્ય છે ગૃહસ્થાશ્રમીને
કેઈપણ વ્યાપાર-વ્યવહાર-ભજન-કપડા, હાટહવેલી, લગ્ન પ્રસંગ, જન્મ પ્રસંગ, કે મરણ પ્રસંગે ગૃહસ્થને આચર્યા સિવાય છુટકારે નથી, કેમકે તે કાર્યો સર્વથા અનિવાર્ય છે પણ નિરર્થક પાપ, ઢગલાબંધ પાપ કરાવે તેવા વ્યાપાર, વ્યવહારને તે મહાવીરના ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ શ્રાવકને પણ છોડવાના રહેશે જેમકે ૧૫ કર્મીદાન, ૨૨ અભક્ષ્ય, ૩ર અન તકાય (કંદમૂળ) આદિ જેમ બને તેમ જાણીને, સમજીને, અને ગુરૂઓ પાસે ધારી લઈને છોડી દેવા જોઈએ. જીવતા ઢોરનું ચામડું
તો એ પણ આજકાલના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વિચાર કરવો યોગ્ય છે યદ્યપિ ગૃહસ્થને ચામડાનો ઉપયોગ ઘણા પ્રસગોમાં નિશ્ચિત છે, તથાપિ મરેલા જાનવરનું ચામડુ હોય ત્યાં સુધી વધે નથી પણ જીવતા જાનવરને મારીને ઉત્પાદિત નરમમુલાયમ ચામડાના પદાર્થો જેવા કે બુટ, હેન્ડબેગ, મનીબેગ. ચામડાને બિસ્તર (એડ) ઘડીઆળ, કમર અને ટોપીના પટા, નરમ * ચામડાના બનેલા બ્લાઉઝ, કેટ વગેરે વાપરવાની વસ્તુઓ ત્યાજ્ય જ છે અને મહાવીરસ્વામીના શ્રાવક-શ્રાવિકાને માટે તે અવશ્ય ત્યાજ્ય છે, કેમકે આ ચામડાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે
જીવતી ગાયોને એક લાઈનમાં ઉભી રાખવામાં આવે છે. અને તેના પગ લેખડના થાભલાઓ સાથે બાંધ્યા પછી તેમના