________________
૩૮૨]
[ભાગવતીસૂત્ર સારસંગ્રહ
લઈને જે વાત કરવી હોય તે તેમને વ્રત પાળવા માટે દીપાવવા માટે, આશ્રવનો માર્ગ ત્યાગ કરવા માટે તેમજ સાવર, નિર્જર અને મોક્ષ માર્ગ મેળવવા માટે પરિગ્રહને જેમ બને તેમ ત્યાગ ક્યાં વિના છૂટકારે નથી. કેમકે પરિગ્રહમાં નીચે પ્રમાણે દોષો સગ્રહાયેલા છે. (૧) શાન્તિસમાધિ અને સમતાભાવને કટ્ટર વૈરી પરિગ્રહ છે. (૨) ધૈર્યવૃત્તિને નાશ કરવા માટે પણ પરિગ્રહ મુખ્ય કારણ છે.
પૈર્યવૃત્તિ વિના મહાવ્રતોની પાલન અશક્ય છે. (૩) મોહકર્મને વિશ્રાનિત લેવા માટેનું સ્થાન પરિગ્રહ છે. (૪) અઢારે પાપોને અને પાપની ભાવનાને ભડકાવી મૂકનાર
પરિગ્રહ છે. (૫) આધિ-વ્યાધિ અને ઉપાધિનો સહચારી પરિગ્રહ છે. ' (૬) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પરિગ્રહને આભારી છે. (૭) માનસિક જીવનમાં ચંચલતા વધારનાર આ પરિગ્રહ છે.
કેમકે પરિગ્રહ કામોત્પાદક છે અને કામદેવના નશા વિના
ચ ચલતા હોતી નથી. (૮) અહકારની માત્રાને વધારી મૂકનાર પરિગ્રહ છે (૯) શેક-સંતાપનું મૂળકારણ પરિગ્રહ છે (૧૦) ફ્લેશ-કંકાસ–ર–અબોલા વગેરે દેશોને ઉત્પાદક પરિગ્રહ છે. (૧૧)-ત્યાગીઓને સ પૂર્ણ પ્રકારે છોડવા લાયક બાહ્ય અને આભ્યન્તર
પરિગ્રહ જ છે.
આ પ્રમાણે ઉપરના કારણોને લઈને આપણે સહજ સમજી શકીએ છીએ કે-મહાવીર સ્વામીને “નિષ્પરિગ્રહી ધર્મ” શા માટે ઉપયોગી છે.