________________
શતક–પ મું ઉદ્દેશક–૧]
[૩૭૫, પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
આ ઉપરથી દિવસ અને રાત્રિના સમયની વધઘટને હિસાબ પણ ગણી લેવો. દાખલા તરીકે–સત્તર મુહૂર્તને દિવસ હોય ત્યારે તેર મુહૂર્તની રાત્રિ, સત્તર મુહૂત્ત કરતાં કંઈક
છે લાંબો દિવસ હોય ત્યારે તેર મુહૂત્ત કરતા કંઈક વધારે લાંબી રાત સમજવી.
જ બૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ન્હાનામાં ન્હાને બાર મુહૂર્તને દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમા પણ તેમજ હોય, અને જયારે ઉત્તરાર્ધમા તેમ હોય, ત્યારે જમ્બુદ્વીપમાં મંદર પર્વતની પૂવે પશ્ચિમે મેટામાં મોટી અઢાર મુહૂની રાત્રિ હેય.
આમ જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે નાનામાં ન્હાને બાર–મુહૂર્તને દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ તેમજ હોય છે અને પશ્ચિમે તેમ હોય ત્યારે મંદર પર્વતની ઉત્તરદક્ષિણે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રિ હોય.
આવી રીતે ત્રસ્તુઓ સબ ધી પણ સમજવાનું છે. દાખલા તરીકે–જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષોની મોસમને પ્રથમ સમય હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હેય. અને ઉત્તરાર્ધમાં પણ વર્ષા ઋતુને પ્રથમ સમય હોય ત્યારે જંબુદ્વીપમાં મ દર પર્વતની પૂર્વ-પશ્ચિમે તરત જ બીજ સમયે વરસાદની શરૂઆત થાય છે.
આવી જ રીતે બીજી ઋતુઓ સંબધી પણ સમજવું. અને વરસાદના પ્રથમ સમય માટે કહ્યું, તેવી જ રીતે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ વગેરે સબંધી પણ જાણવું અને તેજ રીતે જયારે સંવત્સર,