________________
૩૭૪].
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આ સંબંધી ભગવતીની ટીકામાં બહુ વિસ્તારથી લખ્યું છે. પરંતુ અહિં તે મૂળના જ પ્રશ્નોત્તરોનો સારાંશ લેવાને છે. અને તેને સાર આ છે –
સૂર્યો જંબુદ્વીપમાં ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં. આથમે છે. અગ્નિ ખૂણામાં ઉગીને નૈતમાં આથમે છે. નૈઋતમા ઉગીને વાયવ્ય ખૂણામાં આથમે છે અને વાયવ્ય ખૂણામાં ઉગીને ઈશાન ખૂણામાં આથમે છે.
જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે રાત્રિ હોય છે. - હવે જ્યારે મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે. ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે. અને જ્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદક્ષિણે રાત્રિ હોય છે.
જ્યારે બૂદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મેટ અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે અઢાર મુહૂર્તને જ દિવસ હોય છે. અને
જ્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે નાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે. - હવે જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મોટામાં મેટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં પશ્ચિમે પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે. અને જ્યારે