________________
-સંપાદકીય પુરવચન
[૩૭૩
નવપદના મહાન આરાધક મહારાજા શ્રીપાલને જન્મ પણ આ ચંપાનગરીમાં જ થયો હતે. કર્મ વશ કઢી બનેલા
શ્રીપાલના લગ્ન સતી મયણાસુંદરી સાથે થવાથી અને સિદ્ધ-ચકમંત્રની આરાધનાના પ્રભાવથી તેને કેઢ રોગ દૂર થયે
અને મહાકૂ ઋદ્ધિસમૃદ્ધિના જોક્તા બનવા સાથે બીજી આઠ -રાજકુંવરીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છેવટે પિતાના કાકા અજિતસેનને હરાવી પુનઃ ચંપાનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલને રાસ પ્રતિવર્ષ આસે અને ચૈત્રની ઓળીમાં ભાવપૂર્વક વંચાય છે. - આમ અનેક ઐતિહાસિક પ્રસિદ્ધ ઘટનાઓને લઈને આ -ચંપાનગરી એક વખત વૈભવના ચરમ શિખરે હાલતી હતી, તેની પવિત્રતા અને મહત્તાના ગુણગાન ઐતિહાસિકેએ પિટ ભરીને કર્યા છે. જૈન આગમમાં પણ તેને ઉલેખ અનેક -સ્થળાએ કરવામાં આવ્યો છે. સુર્ય વિચાર
આ ઉદ્દેશકમાં ખાસ કરીને સૂર્ય સંબંધી હકીક્ત છે. આ પ્રશ્નોત્તરે ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્ય (વ્યન્તરાયતન)માં થયા હતા ગૌતમ ઈન્દ્રભૂતિએ આ પ્રશ્નો ભગવાનને પૂછેલા છે.
જેનસૂત્રોમાં જ બૂદ્વીપમાં બે સૂર્યો બતાવવામાં આવ્યા છે. જો કે ખરી રીતે તે સૂર્ય લોકોની સમક્ષ હમેશાં હાથ જ છે. પરંતુ એની આગળ કંઈ આંતરુ આવી જાય છે. ત્યારે અમુક દેશના–ભાગના લેકે, તેને જોઈ શકતા નથી. અને તેથી સૂર્ય આથમ્યો, “સૂર્ય ઉગ્યે,’ એવો વ્યવહાર કરવામાં આવે છે.