________________
૩૬૨]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
એજ વાતને વીરવિજયજી મહારાજની પૂજાની ઢાળ અને શેઠ ૐ વરજી આણંદજીનુ વિવેચન સાક્ષીરૂપે જાણી લઈએ. “ક્ષયઉપશમ પદેરે મુનિવરને સાતે ગુડ્ડા” (જ્ઞાનવરણીય કર્માંની પાંચમી ઢાળ ) આના ઉપર કુવરજીભાઈનું વિવેચન આ પ્રમાણે છેઃ— “એ જ્ઞાન (મન પવજ્ઞાન) ક્ષયેાપશમભાવે થાય છે તેથી તે ભવમા વનારા છઠ્ઠાથી ખારમા સુધીના સાતે ગુણુઠ્ઠાણાના માલિકને તે હોય, પરન્તુ જ્ઞાનાવરણીય કર્માંતા ક્ષાયિકભાવ કર્યા વિના મેાક્ષે
ન જાય”
આ ઢાળમાં સાતેને અર્થ સાતમુ ગુણસ્થાનક કરવાને નથી, પણ છઠ્ઠી ગુણસ્થાનકથી લઈને બારમા ગુણસ્થાનક સુધી સાતે ગુણસ્થાનકે મુનિરાજો હોય છે અને આ સાતે ગુણસ્થાનકમાં તારતમ્ય ભાવે મન પવજ્ઞાનની હાજરીની સંભાવના હોઈ શકે છે. વિપુલમતિમનપવજ્ઞાન તેા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને નિવૃત્ત. થાય છે જ્યારે ઋજુમતિજ્ઞાન, વિજળીના ચમકારાની- જેમ આવજાવ કરે છે. એટલે આવે છેઅને જાય છે
}
સત્ય વાત એટલી જ કે— આત્મલબ્ધિ મેળવવાને માટે
નિશ્રેયસ (માક્ષ)ના માર્ગે આગળ વધવાને માટે. ક્ષાયેાપમિક ભાવમાથી નીકળીને ક્ષાયિકભાવના દર્શન કરવા માટે.
અનાદિકાળના જન્મ અને મૃત્યુના ફેરા ટાળવા માટે, મુનિધને દીપાવવા માટે.
અને આપણા આત્માને જ અરિહત બનાવવા માટે, સાધક માત્રે અપ્રમત્ત ભાવ કેળવવા જોઈ એ, અથવા આ અવસ્થાને કેળવવા માટે જ પ્રયત્નશીલ રહેવુ જોઈએ