________________
૩૫૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સ્વસ્ત્રીનો ત્યાગ કરીને, પરસ્ત્રીને ઇરછુક માણસ પરસ્ત્રી તથા તેના સગાઓ સાથે રાગ તથા વૈરથી બંધાય છે
જૂઠ બોલનારે કે જૂઠી સાક્ષી આપનારે સામેવાળાનો શત્રુ બને છે. જ્યારે–દાન, પુણ્ય, તીર્થયાત્રા, સંયમ તથા અહિસાદિ ધર્મને સેવનાર સામેવાળા ઘણું છે સાથે મિત્રતાના સંબધથી બંધાય છે અને તેવાં તેવાં આયુષ્ય કર્મને બાધે છે. - આ પ્રમાણે સર્વત્ર ઘટાવી લેવું સાર આ છે કે મનુષ્ય મરીને નરકમાં જાય છે, નરકનો જીવ મરીને નરકમાં નથી જતો.
પર તુ આ પ્રમાણે તો આપણે સૌ વ્યવહારની ભાષામાં ઓલીએ છીએ અને સમજીએ છીએ, ત્યારે આજ વાતને જુસૂત્રનય કેવી ભાષામાં બેસે છે ? તે જાણવું બાકી રહે છે.
આ પ્રશ્નોત્તર જ ઋજુસૂત્રની ભાષાને સૂચિત કરે છે. જુસુત્ર નયન ભાષા વ્યવહાર
ભૂત અને ભવિષ્યના પર્યાયે પ્રત્યે આંખમીંચામણા કરીને કેવળ, શુદ્ધ વર્તમાન સમયનો જ સ્પર્શ આ નય કરે છે
ઘડે પહેલા હતા, અને ભવિષ્યમાં પણ રહેશે. છતાં પણ અત્યારના વર્તમાન સમયમાં આ ઘડે જીવાત્માને માટે શા કામને ? ' માટે જે સમયે તરસ લાગે, અને પાણી પીવાનું મળે, તેવો ઘડે જ ઘડે કહેવાય છે.
પહેલાના અન તભા થયા છે, ભવિષ્યમાં પણ ઘણા ભ. - થશે, પણ એ બધી વાતોને જુસૂત્ર માનવાની મનાઈ કરે છે.
અર્થાત આ વાત ઉપર બેધ્યાન રહે છે, આ ઋજુસૂત્રનું માનવું આમ છે કે
ભૂતકાળ ગમે તેટલે થયે હોય ! તે હવે શા કામને ?