________________
૩૫૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
1
દેવગતિમાં જશે અને તિર્યં ચ જીવ ચાહે ચારપગે, બેપગે, આકાશમાં ઉડનાર, પેટે ચાલનારો, પાણીમાં રહેનારો, હોય તે એ મરીને ચારે ગતિમાં જઈ શકશે
જ્યારે નરકગતિને જીવ પાછો તત્કાળ નરગતિ અને દેવગતિમેળવી શકે તેમ નથી તેવીજ રીતે દેવગતિને જીવ પાછો તત્કાલ દેવગતિ અને નરકગતિને મેળવી શકે તેમ નથી. કારણકે નરકના જીવને તત્કાલ નરકગતિમાં ઉત્પન્ન થવા માટેની યોગ્યતા નથી. તેમાં સત્કર્મોના અભાવમાં દેવગતિ પણ મેળવી શકે તેમ નથી. તેજ રીતે દેવગતિના જીવને તત્કાલ દેવગતિ મેળવવા માટેના સત્કર્મો. અને નરગતિને મેળવવા માટેના અસત્કર્મો નહી હોવાના કારણે આ બંને ગતિ દેવનો જીવ મેળવી શકે તેમ નથી જ્યારે મનુષ્ય. અને તિર્યં ચ પાસે સત્કર્મ હોય તો દેવગતિ અને અસત્કર્મો હોય તો નરકગતિ, તથા માયા પ્રપંચ હોય તે તિર્યંચગતિ તેમજ સદાચારાદિ ગુણ હોય તો મનુષ્ય અવતારને પામી શકે છે. ચારે ગતિના કારણે
ચાલુ ભવમાં સમય પસાર કરનારે જીવ નીચે લખેલા કર્મોને ઉપાર્જન કરીને નરકગતિને માટે આયુષ્ય બાધે છે તે આ પ્રમાણે –
પ ચેન્દ્રિય જીવન વધ કરવાથી મહાર ભ એટલે મોટા પાયાઃ ઉપર સમારભ કરવા, મોટી મોટી પેઢીઓ, મીલ, કારખાનાઓ, મશીને ચલાવવી જેમા અસખ્યાત અને અનંત જીવોની હત્યા થાય તેવા પ્રકારના વ્યાપાર કરવા)
મહાપરિગ્રહ એટલે (ઘણું પ્રકારના પરિગ્રહો, અને તેના સાધને ભેગા કરવા, તેમાજ અત્યન્ત આસક્ત થવું, આવો પરિગ્રહ. કામ, ક્રોધને ભડકાવે છે અને જન્મ-મૃત્યુ વધારી આપે છે).