________________
૩૫૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઘણી જાતના શાને રાખનાર અપરાધી ગમે તે શક્તિશાલી હશે ? તોએ સૈનિકે દ્વારા તે જ્યારે પકડાય છે, અને આખું શરીર જ્યારે બેડીઓમાં સપડાઈ જાય છે, અથવા સૈનિકના જબરદત શાને જોઈને અપરાધી જ્યારે હતાશ બને છે, તે સમયે સશક્ત અપરાધીની એક પણ તાકાત પિતાના બચાવ માટે કામ આવતી નથી. તેવી જ રીતે ભવભવાન્તરથી ઉપાર્જના કરેલા કર્મોને લઈને આ જીવાત્મા કર્મરાજાની બેડીમાં એવી રીતે સપડાઈ ગયેલ છે કે, રાગ-દ્વેષની માયાને લઈને તે સર્વથા પરવશ બની જાય છે.
આપણાથી ઘણું જ મોટા બલવાન શત્રુને આપણે આ ભવમા મારવા સમર્થ બનતા નથી. તો પણ તેને મારવા માટેની કૃષ્ણ લેશ્યા, નીલ લેયા અને કાપત લેયા આપણને તેવી રીતે ઠેષની માયામાં સપડાવી દે છે. જેથી આપણો આત્મા છેવટે નિરૂપાયે પણ એ સંકલ્પ કરે છે કે, “આ ભવે નહીં તે આવતા ભવે પણ તારા બદલે લીધા વિના નહીં રહુ.”
સુન્દર અને મનગમતી સ્ત્રીને જોઈને રાગ વશ મૂઢ બનેલો આત્મા તેને મેળવવા માટેના પ્રયતમા સફળ થતું નથી ત્યારે આવતા ભવમાં પણ તે સ્ત્રીને મેળવવા માટેના સંકલ્પપૂર્વક તપશ્ચર્યાદિકનો સહારે લે છે અને પછી તે “આ ભવે તને નથી મેળવી શકતો તે આવતા ભવે પણ આપણે પતિ-પત્ની બનીશુ” આવી લેશ્યાને માલિક આવતા ભવમાં પણ તેની સાથે જોડાય છે. પુણ્યકર્મની મહેરબાનીથી ખૂબ જ મીઠો બનેલો સંસાર અને તેની માયામાં લપટાયા પછી આ જીવ પિતાના પ્રેમપાત્ર જીવને મૃત્યુથી બચાવી શકતો નથી ત્યારે અન તાન ત મોહકર્મની અસ્થિઓને લઈને છેવટે પ્રેમપાત્ર જીવની સાથે એટલુ પણ નક્કી કરે છે કે, આવતા ભવે