________________
શતક-૪થું ઉદ્દેશક-૯]
પણ ચંચલતા આવ્યા વિના રહેતી નથી. મનના વિચારોમાં ડુબેલું આપણું શરીર અને શરીરના પ્રત્યેક અગે–ઉપાગ પણ સ્થિર રહી શકતા નથી, માટે “ચંચલતા એ ગતિ છે અને ગતિ એ ક્રિયા છે અને ક્રિયા એ કર્મ છે” દ્રવ્ય મનને સ્વાધીની કરવા અર્થે જ સાલંબન ધ્યાન માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સ્વીકાર કર્યા પછી પણ આપણું ભાવમન બીજા સસારમા અર્થાત ભગવેલા ભોગેની સ્મૃતિમાં કેવું સરકી પડે છે ! જાણે આપણી સાથે હાથતાળી જ રમતા ન હોય, તેથીજ કહેવાય છે કે દ્રવ્ય મન થોડીકવારને માટે સ્વાધીન થતું હશે ? તો પણ ભાવમનની સ્થિરતા અત્યન્ત દુ સાધ્ય છે
આ કારણે મનની અસ્થિરતાને લઈને સાતે કર્મોનુ બ ધન પ્રતિસમયે થાય છે જેથી જેનાગમ કહે છે કે જીવાત્મા કર્મબંધન વિનાનો રહેતો નથી જ્યારે આયુષ્યકર્મને માટે એવો નિયમ છે કે તે કર્મ યાવત છેલલા ક્ષણે પણ જીવનમાં એક જ વાર બધાય છે. અર્થાત ભવાંતર કરવા માટે આ ચાલુ ભવના છેલ્લા ક્ષણમાં પણ આયુષ્ય કર્મ બાંધવુ પડે છે, તે વિના હજારે પ્રયત્ન કર્યા છતાં પણ વર્તમાન શરીર છુટી શકે તેમ નથી.
આયુષ્યકર્મને બેડીની ઉપમા આપી છે, તેની યથાર્થતા આ ' પ્રમાણે છે-જેમ જેલમાં રહેલા અપરાધીને એક રથાનથી બીજે
સ્થાને લઈ જવા માટે તેના હાથ પગમાં બેડી નાખવી પડે છે. તેવી રીતે આ ચાલુ ભવની આયુષ્યકર્મની બેડી તૂટતા જ આવતા ભવની બેડી તેના હાથમાં પડી જાય છે. ડયુટી ઉપર આવનારા ફોજદારને અપરાધીને પૂરેપૂરો ચાર્જ સોપ્યા પછી જ પહેલા કેજદાર - છુટો થાય છે આ પ્રમાણે બેડીની જેમ આયુષ્યકર્મને માટે પણ સમજવું.