________________
શતક-૩નું ઉદ્દેશક-૧૦]
[૩૪૫
સાથે સ્વાથી સંબધથી જોડાયા. અને આપણે સૌ ભેગા મળીને સસારને હિસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહની બક્ષીસ આપીને કડવા ઝેર જે બનાવ્યો.
આ બધા માયા ચક્રથી બહાર આવવાને માટે સ્ત્રીશક્તિનું બહુમાનજ આપણા આન્તર જીવનને માટે અદ્વિતીય શક્તિ છે. (પાવર છે), અને આધ્યાત્મિક જીવન માટેનું પ્રસ્થાન છે. આ કારણોથી આપણા હૈયાના મદિરમાં સૌથી પહેલા માતાની તસ્વીરજ સ્થાપવી વધારે ઉપર્યુક્ત છે.
આ પ્રમાણેની સત્ય હકીકત ખ્યાલમાં રાખીને “સ્ત્રીઓ પણ માનનીય છે” આ ભાવનાને વશ થઈને જ ઈન્દ્ર મહારાજાઓ જે સમ્યકૂવી હોય છે અને નિકટ ભવિષ્યમાં મોક્ષમાં જવાવાળા હોય છે તેઓ પિતાની સભાઓમાં દેવીઓને બહુમાનપૂર્વક સભાસદનું પદ આપે છે દેવો પણ જ્યારે સ્ત્રીશકિતની આવી પ્રતિષ્ઠા કરે છે ત્યારે માનવની એ ફરજ છે કે “માનનો
તઃ ખૂળ્યાઃ” એ ન્યાયે સ્ત્રી જાતિનું બહુમાન કરવું, એમાં જ તેમનું હિત સમાયેલું છે. આનાથી સામાજિક દૂષણો ટળશે.
વ્યક્તિગત જીવન સશકત બનશે ધાર્મિક મર્યાદાઓની પવિત્રતા -સચવાશે અને આપણુ આન્તર છવને ઉચ્ચ બનવા સાથે વ્રત, નિયમ અને પચ્ચકખાણ નિર્દભ બનશે
. દશ ઉદ્દેશાઓ સાથે ત્રીજું શતક સંપન્ન થયું.