________________
શતક-૩ ઉદ્દેશક-૧૦]
[૩૪૩
અથવા અમેરિકા, લંડન, જર્મન આદિ દેશમાં મોકલાવીને ભણાવવા માટે કયાંયે પણ અને કોઈને પણ પાપની કલ્પના–અધર્મની કલ્પના આવી નથી ત્યારે સમાજના બચ્ચાઓને માટે કઈ સ્કૂલ તથા કોલેજની વ્યવસ્થા કરવા અને કરાવવામા જ પાપની કલ્પના શાક શા માટે ? તેમાં અવરોધ શા માટે કરવામાં આવે છે ?
આમા એક જ કારણ છે કે બીજા જીવને રોટલી અને રોજ દેવા માટેની ભાવદયા આપણા જીવનમાં નથી
તીર્થકર ભગવતે જે વાર્ષિક દાન આપે છે તે ઉત્કૃષ્ટતમ ભાવદયાનાં પરિણામોનું કારણ છે અને તે ભાવદયા પણ બે, ત્રણ ભવ પૂર્વેની આરાધિત હોય છે
તીર્થંકર પદનો ઈચ્છુક માનવ તે ભાવદયાથી ભરેલો હોય છે. તે બીજા જીવોને રોટલી અને રેજી દેવા માટે કોઈ કાળે પણ વિરોધ કરી શકે તેમ નથી.
અને ત્રીજો ગુણ જો આપણા હૈયાના મદિરમાં હતા તે બીજાઓના બધાએ અપરાધોને ક્ષન્તવ્ય ગણીને સૌની સાથે મૈત્રીભાવ સાધી શક્યા હોત.
પણ આજના શ્રીમંતોમા, સત્તાધીશમાં, ૫ ડિતોમાં, અને ઉપદેશમાં જે વૈર-વિરોધ દેખાય છે, તેથી જ જાણી શકીએ છીએ કે આપણું જીવન બીજા જીવોને ઉઘાડા કરવા માટે છે. માટે કોઇની ભૂલ સહન થતી નથી. તેથી જ જુદા મ ડળે, પાર્ટીઓ, સસ્થાઓમાં આપણે માનવ સમાજ વિભક્ત થઈ રહ્યો છે.
આજે આપણે વિભક્ત છીએ, માટે આપણું જીવન-કવન દૂધિત છે, માયામુપાવાદ પૂર્ણ છે.