________________
૩૪૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ઉપર દયા કરવાવાલી માતા હોય છે, પુત્રને રોટલી દેવાવાલી માતા હોય છે અને બેટાના ગમે તેવા અપરાધને માફ કરી દેવાવાલી પણ માતા જ હોય છે.
મોક્ષ મેળવવા માટે જેમ સમ્યક્ત્વની અત્યંત આવશ્યકતા છે. તેમ આધ્યાત્મિક જીવન બનાવવા માટે ઉપરના ત્રણે ગુણોની નિતાઃ. આવશયકતા અનિવાર્ય છે. તે વિના આધ્યાત્મિક જીવનની કલ્પના નર્યો દંભ છે, છેતરપીડી છે અને પરમાત્માની અન તશક્તિઓનું ભયંકર અટ્ટહાસ્ય છે
ગરજ પૂરતા એ ગુણોને ભલે વિકસાવીએ પણ એને ફળાદેશ તે આપણા જીવનમાં દંભપષક જ રહેશે માટે કબૂલ કર્યા વિના ચાલી શકે તેમ નથી કે આજના પુરુષમાં આ ત્રણે ગુણે વિકસિત થયા વિનાના કેવળ સત્તારૂપે જ પડ્યાં છે. અન્યથા ઢેરેને માટે પાંજરાપોળ ઉભી કરનાર, કૂતરાઓને રોટલા અને કબૂતરને ચણ નાખનાર પુરુષ ખરેખર દયાલુ હોત તે માનવસમાજ ભૂખે મરે છે, કપડાના અભાવમાં મરે છે. દવાના અભાવમાં મરે છે અને સમાજના કથિત ધાર્મિક, ધર્મના અનુયાયિ, ઉપદેશકે, માલ મસાલા ખાય છે, શ્રીખંડ પૂરી ખાય છે. વાટકાના વાટકા ' પીએ છે સૂંઠ પીપરામૂળ અને ખીચડીમાં ઘી નાખીને ખાય છે. આ લક્ષણે દયાળુ અને દાનેશ્વરીના નથી પણ નિર્દયી તથા નિર્વસ પરિણામીના છે. ખૂબ સમજી લેવાનું છે કે;–“મરણ નure
વા' જર્મા =ના વિવે” ધર્મની માતા દયા છે અને બાપ વિવેક છે, જેના અભાવમાં ગમે તેવી અને ગમે તેટલી શ્રદ્ધા અને હજારો લાખ શ્લોકોનું જ્ઞાન પણ વાંઝયુ છે.
- આપણા પિતાના સંતાનને ડેકટર, વકીલ બનાવવા માટે , તથા બીજા પ્રકારના જ્ઞાન-વિજ્ઞાન અપાવવા માટે તે તે કેલેજોમાં