________________
૩૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આજનુ ધાર્મિક જીવન દાંભિકતા પૂર્ણ છે, તથા માયા મૃષાવાદગ્રસ્ત છે, વૈર-ઝેરની આગમાં સપડાયેલું છે, એની આખોમાં ઝેર છે, જીભમાં કડવાસ છે, મસ્તિષ્કમાં સ્વાર્થસાધકતા છે, ઉપદેશમાં હઠાગ્રહ છે, અને લાલસાઓથી ભરેલું હૃદય છે માટે જ આજનો પંડિત–વક્તા, આચાર્ય, ઉપાધ્યાય, સંગીતકાર, શ્રીમતી સત્તાધીશ આદિમાં પરસ્પર એક બીજા સાથે મૈત્રીભાવ એટલા માટેજ નથી. કારણકે સૌના હૃદયમાં જુદી જુદી લાલસા છે, આંખમાં પૂર્વગ્રહનું અંજન છે, તેથી એક બીજાની આંખ એકબીજા સાથે મળતી નથી. તો પછી હાથથી હાથ મલવાની આશા કયાં રહી ? અને જો આંખથી આખ, કે હાથથી હાથ ન મલે તે. એક બીજાના હૃદય એક બીજાથી કેમ મળશે ? આવી આશા કેણ, રાખી શકશે ? તેથી જ આવાઓનું ધાર્મિક જીવન, પડિતાઈ, શ્રીમંતાઈ અને સત્તા કેવળ સમાજ, સ પ્રદાય, સંઘ, નગર, દેશને આપસમાં લડાવી મારવા સિવાય બીજા કામે આવી શકે તેમ નથી. આજના આખાએ ભારતવર્ષની દશા જ સ્પષ્ટ ઉદાહરણ છે. આ. બધા પુરૂષ જાતિના આન્તરદોષ સ્ત્રીમાં માતૃત્વ ભાવનાના હાસના. કારણે વધ્યા છે, ફળ સ્વરૂપે માનવના ખોળીયામા દેવતાઈ ગુણો વસાવી શકયાં નથી.
આજે એક માનવ બીજા માનવને શત્રુ છે, એક જાતિ બીજી જાતિ સાથે સબધિત નથી અને એક સ પ્રદાય બીજા સંપ્રદાયને સમૂળ નેસ્ત નાબુદ કરવા માંગે છે.
મગજશક્તિ જે ઉંધા માર્ગે ન ગઈ હોય તે સમજવું સરળ. છે કે આપણે બધાએ પૃથ્વી ઉપર જન્મેલા છીએ, અને જ્યા સુધી જીવતા રહીશું ત્યાસુધી, મહાજનને સુતાર, લુહાર, ઘાંચી, ભગી, રછ, બી, નાઈ, બ્રાહ્મણરજપુત આદિ વિના એક પળ પણ