________________
શતક–૩ જું ઉદ્દેશક–૧૦]
[૩૩૯
ઈન્દ્ર મહારાજા યાપિ સૌથી ઉપરિ અને સંપૂર્ણ સત્તાવાનું હોય છે તે પણ પોતાના સભાસદોને માન આપીને તેમની પાસે પોતાનું પ્રયોજન સિદ્ધ કરાવી લે છે. અને આ સભાસદો પણ પિતાના ઉપરીનુ માન સાચવે છે. દેવકમાં દેવતાઓ જેમ સભાસદ પદે છે તેવી જ રીતે દેવીઓ પણ સભાસદપદને ભાવે છે. જે વાત આપણે ભગવતીસૂત્ર અને જીવાભિગમસૂત્રથી જાણી શક્યા છીએ ઇન્દ્રોની સભામાં દેવિઓનુ પણ બહુમાન શાસ્ત્રમાન્ય છે. તો પછી મનુષ્યલોકમાં સ્ત્રીનું અપમાન શા માટે ?
માતૃસ્વરૂપા સ્ત્રીનું અપમાન પાપ છે
તેમને હલકી ગણવાનું પ્રયોજન શું છે ? શું પુરુષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે ? આ બધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમા પુરુષજાતની જોહુકમી સિવાય બીજું કંઈ પણ તત્ત્વ નથી.
મહિલાઓનું અપમાન કરીને પુરુષ જાતિએ બધી વાતમાં પિતાનું પતન જ નોતર્યું છે. આજના પુરુષોમાં જે માનસિક કમજોરી, વાચિક દુર્બલતા, અને શારીરિક દષ્ટિએ અધઃપતન -જે દેખાય છે તે સ્ત્રી શક્તિના અપમાનનું જ કારણ છે. સ્ત્રીમાં માતૃત્વભાવના કેળવીને તે શક્તિનું બહુમાન કરવાથી આજને પુરુષ સર્વચા દૂર રહ્યો છે માટે જ વ્યાપાર ક્ષેત્રમાં રાક્ષસીય સ્વભાવનો, કૌટુંબિક જીવનમાં સ્વાર્થી ધ, સામુદાયિક જીવનમાં રસ્ત, પારસ્પરિક જીવનમાં ઈષ્યન્ત અને વ્યક્તિગત જીવનમાં અસહિષ્ણુ બનીને પિતાનું જીવન એક બીજાના શત્રુ બની વેડફી રહ્યો છે