________________
૩૩૬
ભગવતીસૂત્ર સારસંગ્રહ ચમરની ત્રણ સભાઓ બતાવી છેઃ – શમિકા (શમિતા), ચંડા અને જાતા. ક પર
પર, ત્રીજા શતકનો આ છેલ્લે ઉદ્દેશો છે રાજગૃહી નગરીમાં સમવસરણની રચના થઈ છે, અને ગૌનમવામીના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને ફરમાવ્યું કે દક્ષિણાધિપતિ અસુરરાજ ચમરેન્દ્રને ત્રણ પ્રકારની સભાઓ હોય છે
ઇન્દ્રલેકની ત્રણ સભા * ૧. શમિતા. ૨ ચડા. ૩. જાતા.
૧. શમિતા–એટલે પોતાના ઉત્તમપણાને લઈને સ્થિર સ્વભાવ વાલી હોવાથી સમતાવાલી છે. અથવા પિતાના ઉપરિએ કહેલ વચનને માન્ય કરવાવાલી હોવાથી સૌને શાન્ત કરી દેનારી હોય છે. અથવા જે સભામાં ઉદ્ધતાઈ નથી તેવી આ આભ્યન્તર સભા છે. જે અત્યન્ત ગૌરવવતી છે અર્થાત્ આ સભાનું માન ઇન્ડોને તથા " બીજા મોટા દેવોને પણ હોય છે. ગમે તેવો મોટો સમાજ પણ સભાના બે ધારણને ધ્યાનમાં રાખીને જ પોતાના આધિપત્યનું ગૌરવ સાચવી શકે છે. '
૨ ચંડા. તેવા પ્રકારની મેટાઈ (ગૌરવ) નહી હોવાથી -સાધારણ કાર્ય વગેરેમા બેલી નાખનારી હોય છે. એટલે જ આનું મહત્ત્વ પહેલી સભા કરતા ઓછું છે, છતાં પણ ઈન્દ્રને માન્ય છે.
૩ જાતા મોટાઈને સ્વભાવ નહી હોવાથી સર્વ સાધારણ " સભા કહેવાય છે
આ ત્રણેમાં પહેલી આભ્યન્તરા, બીજી મધ્યમાં અને ત્રીજી બાહ્યસભા કહેવાય છે