________________
શતક-૩ ઉદ્દેશક-૧૦]
[૩૩ - આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા. ', -
આમાં ચમરની સભાઓ સંબંધી પ્રશ્ન છે. અર્થાત .. જીવન છે એમ હું માનીને બેઠો છું આજ કારણે સંસાર મારા માટે કલેશ કકાસને કારણ બન્યુ. મિત્રો દુશમન બન્યા, પરિવારની વચ્ચમાં પણ હું અતડે રહ્યો, જ્ઞાન-વિજ્ઞાન મેળવ્યા છતાં પણ મારે આત્મા સ્વરછ દ બ ફેશનાલીટીમાં રહું છું છતા પણ મારો આત્મા ભોગવિલાસ રૂપી કાદવમાં રમી રહ્યો છે.
પ્રોફેસર, માસ્ટર બન્યો પણ મારા મનને અને ઇન્દ્રિયને સયમનું શિક્ષણ ન આપી શકો,
ડોકટર બને પણ મારા આત્માની દવા અને મારા દુખનું નિદાન હુ પિતે ન કરી શક્યો,
વકીલ બને પણ મારા જીવનની વકીલાત કરવાં માટે સમર્થ બન્યો નથી. માટે જ શ્રીમત છું પણ હૈયાને દરિદ્ર છું. સત્તાધારી છુ પણ આન્તર જીવનને દાનવ છું ત્યારે આ બધુ કેણે આભારી છે ?
પુદ્ગલ એક જ છે પણ મારા જીવનના રાગદેપને લઈને હું દુખી છુ.
આ દુઃખમાથી મુક્ત થવા માટે મારા ખાનપાનમાં રહેણીકરણીમાં, ઉઠવા-બેસવામાં અને વ્યાપાર-વ્યવહારમાં સ યમ લાવવો એજ એક પરમ સુખનું-શાતિનુ, સમાવિનુ મુખ્ય કારણ છે.
પુગલે છોડવાના નથી પણ તેમના પ્રત્યેની લાલસા છોડવાની છે સ્ત્રી છોડવાની નથી પણ તેમના પ્રત્યેને દુરાચાર છોડવાનો છે. તેમજ શ્રીમતાઈ કે સત્તા છોડવાની નથી પણ તેના પ્રત્યેની સાધ્યભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાને છે.