________________
શતક-૩નું ઉદ્દેશક-૯]
[૩૩૩
ભેગવવા પડ્યા છતાં હજુ સુધી પણ પુગલે દ્વારા ઉત્પન્ન થતી રાગ અને દેશની પરિણતિને બદલવા માટેની ટ્રેનિગ લઈ શકયા નથી. બસ એજ આપણે આપણા જીવનની અને આપણા ભણતરની કરુણતા છે ભગવતીસૂત્રને પ્રશ્નોત્તર સ્પષ્ટ છે કે, ઍન્દ્રિયના વિષય સબ ધી પુદ્ગલ પરિણામ શુભ કે અશુભરૂપે થાય છે તે જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય પણ સારારૂપનું અને નઠારા રૂપનું ગ્રહણ કરે છે ધ્રાણેન્દ્રિય પણ સુગ ધ અને દુર્ગધના પુગલેને ગ્રહે છે રસનેન્દ્રિય. પણ સારા રસનુ અને ખરાબ રસનું ગ્રહણ કરે છે સ્પર્શેન્દ્રિય. પણ સારા સ્પર્શનુ અને નઠારા સ્પર્શનું પરિણામ ગ્રહે છે.'' સૂત્રને ગૂઢાર્થ સ્પષ્ટ છતા પણ ચાળાના વિશેષ પ્રતિપત્તિઃઆ ન્યાયને અનુસાર પ્રત્યેક માનવના જીવન સાથે સ્પર્શ કરતા આ વિષય હોવાના કારણે જરા વધારે વિચારિયે યુગનો ચમત્કાર
- રસેઈધરમ સારા રસોઈઆના હાથે બનેલી અડદની દાળ” જે પૌલિક હોવાના કારણે ખાનારને માટે અમૃતતુલ્ય કે વિષતુલ્ય બનતી નથી, આ દાળને ખાનાર મૃત્યુથી બચ્યું નથી અને ખાધા પછી તત્કાળ કઈ પણ જીવ મર્યો નથી, મરતો નથી અને મરશે પણ નહી એટલે કે અડદની દાળ અમૃત પણ નથી અને વિષ પણ • નથી, છતા એ પૌગલિક વસ્તુને લઈને માનવના મનમાં એકને રાગની પરિણતિ એટલે કે આ દાળનું નામ સાંભળતા જ કૂદકા
મા વા લાગી જાય છે અને રાજી રાજી થયો છતે અત્યંત સ્વાદ, પૂર્વક ખાએ છે , જ્યારે બીજે માણસ તે જ દાળનું નામ સાભળતા જ ઠરી જાય છે અને હાડોહાડ રોષે ભરાઈને દાળ બનાવનારને કેટલીએ ગાળો આપે છે દાળ એકની એક છે પણ બને છેવોમાં રાગદ્વેષની.