________________
૩૩૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
બને છે. અનાદિ કાળથી પ્રવાહરૂપે કર્મોના ભારથી દબાઈ ગયેલા આત્માને પ્રતિક્ષણે રાગ-દ્વેષને ઉદય હોવાના કારણે કેઈક સમયે આ જીવાત્માને સફેદ કપડું ગમે છે. અને બીજા ક્ષણે તે કપડું મુદ્દલ ગમતું નથી એક સમયે મીઠે રસ ગમે છે. ત્યારે બીજી ક્ષણે મીઠા રસ પ્રત્યે અણગમો થવાથી ખાટો રસ ગમે છે. આ જ પ્રમાણે
એક ક્ષણે જે માણસ સાથે અત્યંત રાગ પૂર્વક મૈત્રી સંબંધ રાખે હોય છે ત્યારે બીજા દિવસે તે માણસ વૈરી થાય છે.
આ પ્રમાણે પદાર્થોના વિષયને ગ્રહણ કરવામાં અત્માનો સ્વભાવ જ જુદો જ હોય છે. તેથી પદાર્થ માત્ર એક સમયે સારો અને બીજા સમયે નઠારે બનતું નથી, પદાર્થ પિતાના મૂળ સ્વભાવમાં પૂર્વવત જ હોય છે પણ આપણો આત્મા પોતે રાગદેપને વશ થઈને પદાર્થોના વિષયોને ગ્રહણ કરવામાં જેવા પ્રકારના ઉપયોગમાં પરિણત થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરાતાં પદાર્થોના વિષયનું પરિણમન પણ તેવું જ થાય છે. તે
પદાર્થ સ્વત ખરાબ નથી, તેમજ સરસ નથી પણ મોહ– માયાના કુસંસ્કારોથી કુવાસિત થયેલા આત્માને એક સમયે જે પદાર્થ પ્રત્યે રાગ જન્મે છે ત્યારે બીજી ક્ષણે તે જ પદાર્થ પ્રત્યે દ્વેષ આવે છે. માટે કેઈક સમયે રાગમાં તો કેઈક સમયે હેપમાં અનંતકાળ ગુમા રે.”
" જ્યારે તેજ આત્મા જ્ઞાન-ધ્યાનના સુસ કારોથી સસ્કારિત થાય છે. ત્યારે પ્રત્યેક પદાર્થ પ્રત્યે, તે સમાન બુદ્ધિવાલે બને છે.. તેવા પ્રસંગે પુણ્યદયને લઈને મનગમતા પદાર્થો અને પાપોદયને લઈને અણગમતા પદાર્થો પ્રત્યે એક સરખો ભાવ રાખીને પિતાના. આત્માને દૂષિત કરતું નથી.