________________
શતક-૩ ઉદ્દેશક-૭]
૩૨૩
પ્રવાહિ – પાણીના વધારે રેલા.
આદિ ઉપરના વરસાદને કરનારા હોય છે વર્ષથી હાનિ લાભ કરનાર છેઆ લેપાળને કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક, પુડુ, પલાશ, મેદ, જય, દધિમુખ, અય પુલ અને કાતરિક જેવા દેવ અપત્ય સમાન છે.
આમા કર્કોટક એટલે લવણસમુદ્રના ઈશાન ખુણે અનુલંધર -નામે નાગરાજને કર્કોટક નામે પહાડ છે, ત્યાં રહેનારા માગરાજ પણ કર્કોટક કહેવાય છે. આ પ્રમાણે બીજા દેને માટે પણ સમજવું. વરૂણનું આધિપત્ય
જેનશાસનને ભક્ત શ્રી વરૂણદેવ કુવા, વાવડી, તલાવ, નદી, નાલા આદિમાં રહેલા પાણ ઉપર વર્ચસ્વ ધરાવે છે. માટે અરિહંત દેના અભિષેક માટે શાન્તિસ્નાત્ર, અષ્ટોતરી સ્નાત્ર પૂજા માટેનું પાણું બહુમાન અને સવિધિ લાવવામાં આવે છે જે માટે અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવે છે અને ચતુર્વિધ સંઘ વાજતે ગાજતે - જલયાત્રાને વરાડે (જેમાં સેંકડો-હજારો રૂપીઆ ખર્ચાય છે) ચઢાવે છે અને પાણીના સ્થાને જાય છે ત્યા અભિષેક માટે લેવાતાં પાણુને વિધિ આ પ્રમાણે કરવામાં આવે છે વિધિકારક અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી દ્વારા વરૂણદેવનું આ પ્રમાણે મંત્ર બેલે છે. "ॐ नवयं नमो करुणाय, पाशहस्ताय, सकलयादोऽ धीशाय, सकलजलपक्षाय, सकलनिलायाय, सकलसमुद्रनदी सरोवरपल्लवनिर्झरकूपवापस्वामिनेऽमृतकाय देवाय अमृत देहि देहि अमृत स्रावय स्त्रावय, नमोऽस्तु ते स्वाहा ।"
આ માત્ર બેલીને વરૂણ દેવની અષ્ટ પ્રકારી પૂજા કરે છે. કુવા આદિથી પાણી કાઢીને આ મંત્ર બોલવામાં આવે છે “»