________________
૩૧૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
નિયમ લઈને અમુક સમય સુધી આહારને, પાણને, ખોટા વ્યાપારને, પરિગ્રહને અને મૈથુન કર્મને ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાન (પચ્ચખાણુ) કરશે. અને ભાવપૂર્વક ત્યાગ કરીને પિતાના પાપને ધોવા માટે તૈયાર થયેલે દેશવિરતિ શ્રાવક, મુનિભગવ તેનું સાહચર્ય સ્વીકારશે અને શ્રમણોપાસક બનશે
જ્યારે જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી સામાયિક વ્રત લેનાર મુનિ દિન-પ્રતિદિન આ છ આવશ્યકેમાં મસ્ત બનીને આગળને આગળ વધશે આવી સ્થિતિમાં અમાયી અર્થાત અપ્રમત મુનિને વૈક્રિય શરીર બનાવવા માટેનું કઈ પણ પ્રયોજન નથી.
હવે પ્રતિક્રમણ માટે થોડુ વિચારીએ, જે આત્મકલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન છે.
પ્રતિક્રમણમાં બેલાતા સુત્રો ઉપર અક્ષરશઃ ધ્યાન આપવુ. યથાશક્ય અર્થની વિચારણા પ્રત્યે ખ્યાલ રાખવો, સંઘની સાથેજ પ્રતિક્રમણ કરવું. જેથી સઘમાં સાપ રહે. અને અનુકૂલ સમય આવતાં શત્રુઓ સાથે પણ ક્ષમાપના કરવાને લાભ મળે.
સઘમાં સાધર્મિક વાત્સલ્ય માટે અપૂર્વ લાભ મળે છે.
ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થાય છે - ગુણવત પુરૂષોને સહવાસ મળે છે
સૂત્રોચ્ચાર શુદ્ધ બને છે.
આપણું સતાનેને પણ જૈન ધર્મ પ્રત્યે રાગ ઉદભવે છે પ્રભાવના કરવાનો લાભ મળશે આ બધી વાતનું ધ્યાન રાખીને સૌ ભાગ્યશાલીઓએ પ્રતિક્રમણ કરવું જોઈએ તો જ આપણે આભા કઈક આગળ વધશે અને ભવને આટો લેખે લાગશે.