________________
૩૦૮
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
સાધકને માટે આપણે ચોકકસ કહી શકીએ છીએ કે, આ ભાગ્યશાલીએ. પાપ આવવાનાં સ્થાનોને પ્રયત્નપૂર્વક બંધ કર્યા છે. માટે જ આવી વ્યવહારુ ક્રિયા જૈન શાસનને છોડીને બીજે કયાંએ પણ જોવા મળતી નથી.
જ્યાંસુધી સામાયિક દ્વારા પાપના ડાર બંધ કરવામાં ન ‘ આવે ત્યાંસુધી ગમે તે પણ આધ્યાત્મિક માણસ, માળાદ્વારા
જાપ કસ્નાર. અને તેની ચર્ચા કરનાર પણ જીવનના રહસ્યને પામી શકે તેમ નથી.
, જેઓ આધ્યાત્મિક જીવનની ચરમસીમાએ પહોંચી ગયેલા છે તે તીર્થ કરદે પણ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે સૌથી પ્રથમ “મિ જાના...આ સૂત્રથી સામાયિકજ ઉચ્ચરે છે, તેથી જ અનુમાન કરી શકાય છે કે તીર્થકર દેવોનું શાસન (આજ્ઞા)જ પરમહિતકારી અને જીવમાત્રને પાપથી બચાવનાર છે. (૨) ચતુર્વિશનિ જિનસ્તવન
પાપના દ્વાર બંધ કરવા માટે સામાયિકમાં પ્રવેશ કરેલ આત્માને જ્યારે આ પ્રમાણે અનુભવાય છે કે મેં નવા પાપને તો રેકી લીધા છે પણ જૂના પાને ધોવા માટે આત્મામાં પાવર (ઈચ્છાશક્તિ)ની આવશ્યક્તા છે ત્યારે તે ભાગ્યશાલી લોગસ્સ...” સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ દ્વારા અથવા ગમે તેનાથી બોલાતા લેગસ્ટ સત્રના એક એક શબ્દ પ્રત્યે ધ્યાન રાખીને મનની પ્રસન્નતાપૂર્વક એકે એક તીર્થ કરદેવને નામપૂર્વક મનવચન-કાયાથી નમસ્કાર કરે છે
માણસમાત્ર અધુરી શક્તિને માલિક છે અને તીર્થ કરવો. * પૂર્ણશક્તિના સ્વામી છે માટે શ્રદ્ધાપૂર્વક તીર્થ કર પરમાત્માઓને - નમસ્કાર કરનાર પિતાના આત્મામાં શક્તિનો સંચાર કરે છે અને