________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૮૭
થાય છે ત્યારે વાયુ પણ પોતાનાં મૂળ સ્વભાવમાં આવી જાય છે.
ગુલાબના ફુલની વચ્ચે રહેલા પીલા રજકણે પૌગલિક હોય છે અને સુગન્ધ તેમા રહે છે, વાયુની સાથે એકલો ગંધ ગુણ મિશ્રિત થતો નથી કેમકે ગુણે વ્યાશ્રિત હોવાથી ગુણી (દ્રવ્ય)ને છેડીને એકલા રહી શક્તા નથી, માટે ગુલાબના ફૂલમાં રહેલા સુગધ ગુણવાલા પૌગલિક રજકણોને વાયુ સાથે લે છે, અને સૌને સુગન્ધિત કરે છે તેવી જ રીતે ઉકરડામાંથી દુર્ગધ પુગલો વાયુ સાથે મલે છે ત્યારે સૌને દુર્ગન્ધ આપે છે, તેમ થતા આપણે આત્મા સુખ દુખની લાગણીને પ્રાપ્ત કરે છે. પુદ્ગલની શક્તિ
કેઈપણ પુગલ આપણું આત્માને ત્યારેજ નુકશાન કરશે જ્યારે આપણું મન અસસ્કારી અને દુર્વાસનાનુ શિકાર બનેલું હોય છે, તથા મોહરાજાનુ ગુલામ હોય છે તેવા સમયે આત્મા પણ ઈન્દ્રિયાસક્ત, અશક્ત, કષાયાધીન, અને પ્રતિક્ષણે રતિ–અરતિના ખ્યાલાતેમા ડુબેલો હોવાથી પુદ્ગલેને ચમત્કાર આત્મામાં સર્જાય છે અને જીવાત્મા મોહરાજાની બેડીમાં ફસાઈ જાય છે
છે. જ્યારે આત્મા પોતે સાવધાન થઈને મુનીમ જેવા મનને તાબેદાર બનતો નથી અને અનાદિકાળની મોહરાજાની રાજધાનીને ત્યાગ કરીને વૈરાગ્ય રાજાની છાવણીમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે એક પછી એક કર્મોની વર્ગણાને પિતાના આત્મપ્રદેશથી ખ ખેરતો તે જીવાત્મા પિતાની અનત શક્તિના માધ્યમથી આગળ ને આગળ વધતા જાય છે, અને યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ નામના કરણ એટલે પિતાની જ શક્તિ દ્વારા પોતાની મેળે “સમ્યગદર્શન મેળવવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે, તે સમયે આત્મામાં ન