________________
૨૭૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ખાનદાન માણસ પણ નીચ માણસની સંગાથે નીચ ગણાય છે. -તેમ મિથ્યાત્વના રંગથી રંગાયેલું જ્ઞાન પણ અજ્ઞાનજ ગણાય છે. આના કારણે માણસ અજ્ઞાનના નશામાં રાઓ મા રહે છે સંશય પણ પ્રમાદ છે કેમકે સત્ય પદાર્થના નિર્ણયમાં તેને કદી 'પણ ઉત્સાહ આવતું નથી
મિથ્યાજ્ઞાન એટલે કે હિ સક, ગૃહસ્થ, તથા સ્વાર્થ માણસના બનાવેલા શાસ્ત્રોને જ પ્રમાણ માનીને તે ચાલતા હોય છે. ફળસ્વરૂપે હિંસક કમેને અહિંસા ધર્મ માને છે. આ પ્રમાણે મિથ્યા બુદ્ધિને
ભ્રમણાના નશામાં જ જીવન પૂરું થાય છે - રાગ–તથા દેશનાં અતિરેકમાં આત્મા સર્વથા બેભાન બનીને
અજ્ઞાનીની માફક ચેષ્ટાઓ કરે છે, જે પ્રત્યક્ષ છે. : મતિભ્રંશ—અખાદ્ય પદાર્થોને ખાવાથી તથા વધારે પડતાં કામ
અને ક્રોધના સહવાસથી મ તિભ્રંશ થયેલે માણસ પ્રમાદી જ હોય છે. ' ધર્મો અનાદર–શુદ્ધ, સાત્તિવક, અહિસાદિ ધર્મો પ્રત્યે અને તેના
અનુષ્ઠાને પ્રત્યે માણસ બેધ્યાન રહે છે અને આ અવસ્થા જ પ્રમાદ છે.'
'મન-વચન તથા કાયાના સંચાલનમાં હિ સી તથા અહિંસાને ખ્યાલ રાખ્યા વિના દુપ્રણિધાન એટલે ગંદા વિચારોમાં, ગાદી * ભાષામાં અને ગદા કાર્યોમા મનવચન-કાયાને જોડવા તે પણ * આત્માને પ્રમાદજ છે - એ પ્રમાણે તારતમ્યભાવે પ્રમાદને સેવ, મોક્ષનો સાધક
મુનિ પણ પ્રમત્ત સયમી કહેવાય છે 1. જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય ભાવથી દીક્ષિત થયેલા મુનિ દીક્ષા
લેતાજ આટલે નિર્ણય કરે કે સંસાર દુખોથી ભરેલો છે માટે