________________
૨૭]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઘણો જ આનન્દ આવે છે. જેમ ભૂખ્યા માણસને ખાવાનું મળતી, નરસ્યાને ઠંડુ પાણી મળતા આનન્દ આવે તેમ મોક્ષના દ્વાર ઉપર ઉભેલા માણસને પણ આનન્દ આવે છે. માનસિક વિચિત્રતા
આ આનન્દમા ને આનન્દમા મને ફરીથી આ સંસારની માયા સતાવે નહી અને વધારે હેરાન કરે નહી, તે માટે ન્યાય નીતિ છેડીક તપશ્ચર્યા અને કામ-કોધને રોકવા માટે થોડા તથા મિથ્યાત્વથી દૂર રહેવા માટે વીતરાગ પરમાત્માનું દર્શન-પૂજન
ધ્યાન કરે છે અને આ પ્રમાણે પાચમુ ગુણસ્થાનક મેળવીને -ત્યાજ ઘણે કાળ વ્યતીત કરે છે. કોઈક સમયે સંસારની માયાનું -નાટક દેખાય છે. તે બીજા ક્ષણે વૈરાગ્યની લહેર આવતા ભગવાનનાં ભજનમાં મસ્ત બને છે. એક દિવસ ખાદ્ય સામગ્રીને પોતાના પુત્ર પુત્રીઓ સાથે બેસીને સ્વાદપૂર્વક ખાય છે તે બીજા દિવસે ખાનપાન છોડીને ભગવાનની માળા ગણે છે કેઈક સમયે સસારના ગરાગ જોગવવા માટેની ભાવના જાગતા તેમાં લપટાઈ જાય છે. તે બીજા સમયે “અરે આ મેં શું કર્યું ? એમ વિચારતાં જ-પૌપધ છે લઈને ગુરૂના ચરણોમાં બીજી રાત પૂરી કરે છે. આમ કેઈક દિવસ , સસારની માયા તો બીજા દિવસે વૈરાગ્યની માયામાં પ્રયાણ કરતા તે
ભાગ્યશાલી સમય પાકતા અને વૈરાગ્ય તથા જ્ઞાનના અભ્યાસ દ્વારા ભેગી કરેલી આત્મશક્તિથી સસારનો ત્યાગ કરે છે અને મુનિધર્મ– મોનધર્મ–સમિતિ-ગુપ્તિ ધર્મ પાળવા માટે હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરીને સયમ ધર્મ સ્વીકારે છે. ત્યારે જૈનશાસન આ સ્થાનને છઠ્ઠ. ગુણસ્થાનક કહે છે
અર્થાત મેક્ષમાં જવા માટે આ ભાગ્યશાળી છઠ્ઠા પગથીએ * ચઢી ગયા છે, ત્યાં ગુસ્ના ચરણોમાં રહે છે. સ્વાધ્યાયની શક્તિને