________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સત્તામાં પડેલા કર્મોના કારણે ચિત્રવિચિત્ર નિમિત્તો મલતી આત્મામાં ચલાયમાનતા આવતાં વાર લાગતી નથી. નેમિનાથ ભગવાનના ભાઈ રહનેમીએ યદ્યપિ દીક્ષા લીધી છે પણ મનમાં “રામતી મને પરણી હોત તો સારૂ રહેત” આવા પ્રકારનું “શલ્ય” રહી ગયું હતુ. ફળસ્વરૂપે એકાન્ત સ્થાનમાં રામતીને જોતા જ ચલાયમાન થતા વાર લાગી નથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પણ બાહ્ય નિમિત્તોથી ચલાયમાન થયા છે અને નદિષેણ મુનિના વૈરાગ્યમાં કેટલી તીવ્રતા હતી ? “દેવોએ ભલે આકાશવાણી કરી પણ મારે ફસાવવું જ નથી અને તે કારણોથી હજારો માઈલ દૂર રહીશ” તદર્થે ઉગ્ર તપશ્ચર્યામાં પોતાનું જ લોહી, હાડકા, માંસ વગેરે સુખવી દીધા હતાં પણ “આ વેશ્યા એના મનમાં શું સમજે છે.” આમ તપશ્ચર્યાને મદ જે મેહરાજાને સશક્ત સુભટ છે, બસ ! ખેલ ખતમ, અને વેશ્યાવાસી બન્યા છે. અને શાલીભદ્રજીનાં વૈરાગ્યમા કેઈને પણ શ કા હોઈ શકે છે ? પણ આજે તે “મારા માતાજીના હાથે પારણુ થશે” અને શ્રેણી ચૂકી જવાથી મોક્ષ મેળવી શક્યા નથી. ઈત્યાદિક અગણિત ઉદાહરણે શાસ્ત્રોમાં સંગ્રહાયેલા પડ્યાં છે. સૌમાં એક જ તત્ત્વ કામ કરી રહ્યું છે. અને તે “સત્તામાં પડેલા કર્મોના બીજ”. જ્યારે બીજો સાધક બાર ભમાં કર્મોના બીજને બાલતો અને તેના મૂળીયાઓને ઉખેડતો જ આગળ વધતો જાય છે ત્યારે ગમે તેવા જીવલેણ નિમિત્તે મલવા છતા એ આત્માને ચલાયમાન કરવામાં કોઈ પણ સમર્થ નથી બનતે “હા રે ભૂડા ! સયમ લીધા પછી, વમન કરાયેલી વસ્તુઓને ભોગવવાની ઈચ્છા કરતા શરમ નથી આવતી. આમ ક્ષેપક માર્ગે સીધાવેલા રાજીમતીજીના સયમને આપણે શી રીતે ભૂલી શકવાના છીએ. આ પ્રમાણે ખ ક મુનિને તથા વાણીમાં પીલાતા પાચસો સાધુઓને તથા ઉપશમ શ્રેણીથી નીચે પડીને