________________
૨૫૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રસિદ્ધ છે “જેવી કરણી તેવી ભરણ” “હાથના કીધા હૈયે વાગ્યા જે જસ કરહી વો તસ કળા ચાખા” “કર્મણે હિ પ્રધાન...” “તમૈનમઃ કર્મણે “ક્ષીણે પુણે મર્યલેકે વિશક્તિ” “યાવત પુણ્યમિદ સદવિજયતે પુણ્યક્ષયેલીયતે” આના જેવી હજારો-લાખો ઉક્તિઓમાં એક જ વાતને રણકાર છે કે પહેલા કર્મ (ક્રિયા) કરાય છે અને પછી ફળ ભગવાય છે છતા પણ છઠ્ઠ ગણધર મંડિતપુત્ર દેવાધિદેવ ભગવાનને પૂછે છે કે હે પ્રભો ! કર્મ પહેલા હોય છે ? કે વેદના પહેલી હોય છે ? - આ પ્રશ્નનાં મૂળમા કો આશય હશે ? તે તપાસીએ તે પહેલા એક વાતને જાણી લઈએ કે ગણધર ભગવતે ચાર જ્ઞાનના માલિક હોય છે છતા સમવસરણમાં બેઠેલા બીજા ભાગ્યવ તોને જ્ઞાન ઉપાર્જન કરાવવાના આશયથી પણ પૂછે છે. - ઘણીવાર જીવવિશેષને કર્મો જૂદા અને ફળાદેશ જૂદો. જણાય છે. જેમકે – એક જન કસાઈ કર્મને કરનાર છે છતા એ તેની પાસે બંગલે, મોટર, ટેલીફોન, ટેલીવિજન, સ્ત્રી, પુત્રપરિવાર છે અને પુત્ર-પુત્રના લગ્નમાં હજારો રૂપીઆ ખર્ચે છે ગણિકાની બેટી આજીવન, ગણિકા કૃત્ય કરે છે અને માલ-મસાલા સાથે. નાગરવેલના પાન ચાવ્યા કરે છે અને વૈભવપૂર્ણ જીવન પસાર કરે છે. જ્યારે એક ગૃહસ્થ ધર્મયાન કરે છે અને દરિદ્ર છે. ત્રણ સાંધે ત્યા તેર તૂટે છે આવી વિકટ પરિસ્થિતિમાથી તેના ગૃહસ્થાશ્રમ પસાર થાય છે.
ત્રીજા માળે અમને–ચમન પૂર્ણ જીવનની મજા માણે છે, છતાંએ તે પુણ્યકમને સર્પ દશ દે છે અને મરી જાય છે. , સતીત્વધર્મની ચરમસીમાને પાલન કરનારી સીતા-દમયંતી.