________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
રિપ૩
હતી પણ નિમિત્ત બદલાતા જ અશુભ લેગ્યાએ પણ દેખા દીધે છે અને સત્પાત્રમાં આપેલ લાડવો પાછો મેળવવા માટે મુનિરાજ સાથે ખરાબ વર્તન પણ કરતા વાર લાગી નથી બસ! આજ કારણે પૂર્વભવની શુભ લેશ્યામાં જે દાન આપ્યું હતું તેથી તે મમણ શેઠ શ્રીમત બન્યો પણ અશુભ લેશ્યાથી અશુભ કર્મો પણ સાથે જ બાંધ્યા હતા. તે કારણે આખી જીન્દગી નરકગતિને જ કર્મો ભેગા કર્યા છે અને મરીને નરકના અતિથિ બન્યા છે આ પ્રમાણે આજના કસાઈ તથા ગણિકાકાર્યને કરનારાઓ માટે પણ ઘટાવી લેવું જોઈએ -
ત્રણે લેકના ત્રિકાળવત પદાર્થોને પ્રત્યક્ષ કરનારા કેવળજ્ઞાની ભગવ તે જ પ્રત્યેક પદાર્થોની યથાર્થતા જાણી શકવા માટે સમર્થ હોય છે માટે જ તેમનું શાસ્ત્ર સમ્યગજ્ઞાન છે
- કમેનાં અબાધા કાળ
આજના અત્યારના સમયે અત્યન્ત મોહકર્મમા રાચ્ચો માવ્યો જીવ જે સમયે મહાધીન બનીને સંસારના ભોગવિલાસમાં તથા ક્રોધમાન-માયા અને લેભમાં અ ધ બનીને જેવા આશયથી, જે તીવ્રતાથી, જે જીવોની સાથે કર્મબંધન કરે છે ત્યારે તે જ સમયે બાધેલા કર્મોને ‘અબાવા ” કાળ પણ નક્કી થઈ જાય છે
અબાધા કાળ એટલે બાધેલા કર્મો અમૂક સમય પછી જ ઉદયમાં આવે તે પહેલા નહી, એટલે ઉદયમાં ન આવે ત્યાસુધીના 'કાળને અબાધાકાળ કહે છે માટે આ પ્રશ્નના ઉત્તરમાં પણ ભગવાન ફરમાવે છે. “વેદના માત્ર કર્મજન્ય જ હોય છે. અથાત પહેલા કર્મો કરાય છે પછી તેની વેદના ભેગવવાની હોય છે. ગતભવને આપણે