________________
શતક-૩નું ઉશક–૩]
[૨૪૧
જ્યારે તેજ જીવાત્માના કપાયવશ તીવ્ર પરિણામ અને તરવાર આદિ તીણ શાસ્ત્રશક્તિ. આ બને ભાવાધિકરણ છે. તેવી જ રીતે વિષયવાસનાને વશ થઈને મૈથુન કર્મને તીવ્ર પરિણામ અને તે જ ક્ષણે અનુકૂલ થયેલી સ્ત્રી, અથવા મૈથુનના ભાવથી તીવ્ર પરિણામવાલી સ્ત્રી અને તે જ સમયે અનુકૂલ થયેલે પુરૂષ આ બને ભાવાધિકરણ છે એનો અર્થ એ થયો કે જીવની શુભ કે અશુભ પ્રવૃત્તિમાં સહાયક બનનાર દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન હોય તે ભાવાધિકરણ છે. હવે દ્રવ્યાધિકરણના દશ ભેદરૂપે દશ શસ્ત્રો કહેવાય છે. ૧ તરવાર આદિ વડે બીજા જીવોના હાથ-પગ-કાન-નાક
અડકોષ આદિને કાપવા ૨ અગ્નિ વડે સચેતન કે અચેતન પદાર્થોને બાળવા ૩. વિપ આદિના પ્રયોગથી બીજા છોને મારવા
૪. મીઠું (લવણ) સાબુ, તેજાબ આદિ પદાર્થો વડે પૃથ્વીકાયના
તથા અપૂકાયના જીવોને હણવા ૫ ઘી, તેલ આદિ પદાર્થોથી પૃથ્વીકાયના જીવને નાશ કરે. ૬ ક્ષાર પદાર્થના પ્રયોગથી બીજા જીવોની ચામડી, માંસ
વગેરેને કાપવાનું કરવું ૭ કાંજી રાખ તથા બીજા પણ તેવા પ્રકારના દ્રવ્યો પૃથ્વી
ઉપર નાખીને તે જીવોને ઘાત કરો