________________
૨૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રાણોને હણવારૂપ પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે જે જીવો શેલેશી અવસ્થાને પ્રાપ્ત નથી થયા તે સગી હોવાના કારણે સક્રિય હોય છે, પણ નિષ્ક્રિય હોતા નથી. દશ પ્રકારના પ્રાણને મારવાને માનસિક ભાવ પણ પ્રાણાતિપાતિકી ક્રિયાને સૂચવે છે. ઋજુસૂત્ર નય પ્રમાણે પણ હિસાના અધ્યવસાય–પરિણામ જ્યારે વર્તતા હોય છે ત્યારે તે સાધક આ ક્રિયાને માલિક બને છે. કેમકે “આપણે આત્મા જ અહિસા છે અને આત્મા જ હિસા છે.” માટે માનસિક વિચાર ધારામાં હિંસાના અધ્યવસાય ઉદ્દભવતાં જ હિસક અવસ્થા પ્રાપ્ત થતા વાર લાગતી નથી. મારવાનો અધ્યવસાય જીવના વિષયમાંજ સંભવી શકે છે, જેમકે સર્પાકારે સ્થિત દોરડાના વિષયમાં આપણને જ્યારે સર્પબુદ્ધિની ભ્રાન્તિ થાય છે ત્યારે હાથમાં લાકડી લઈને સર્પને મારવાના ઈરાદાથી જ લાકડીને ઉપયોગ કરીએ છીએ યદ્યપિ તે સર્પ નથી. તેમ કોઈ મરતું પણ નથી તો એ આપણે તે સર્પ સમજીને જ ક્રિયા કરીએ છીએ. લેટના બનેલા. કુકડા કે બકરાને મારતા પણ અધ્યવસાયો તે સાચા કુકડા કે બકરાને જ મારવા જેવા હોય છે.
આશ્રવ માર્ગને સમજવાને માટે આ વિષયને બીજા પ્રકારે પણ આપણે સમજી લઈએ યદ્યપિ કરાતી ક્રિયાઓ વડે કર્મબંધન સામાન્ય જ હોય છે, તે પણ તે ક્રિયામાં યદિ તીવ્રભાવ-જ્ઞાતભાવ અને અધિકરણ વિશેષની સહાયતા મળી જાય તો કર્મબંધનમાં તીવ્રતમતા આવ્યા વિના રહેતી નથી. અધિકરણની વિશેષતાને લઇને કબ ધનમાં વૈચિયતા આવે છે તે અધિકરણ બે ભેદે છે. જવાધિકરણ અને અજવાધિકરણ અને બનેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ રૂપે બે ભેદ છે. કર્મબંધનમાં જીવ અને અજીવનું 'સાહચર્ય અનિવાર્ય છે એકલે જીવ કે એકલો અજીવ કઈ પણ * દુરી શકતો નથી જીવાત્મા જે કર્મ બાંધવા માટે તૈયાર થયો છે તે ' તથા જે સાધનથી કર્મ બાધે છે તે દ્રવ્યાધિકરણ છે.