________________
અ.
૨૨૨]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ આ પ્રશ્નોત્તર રાજગૃહીમાં થયેલા છે.
અસુરકુમારે એક લાખ એંશી હજાર એજનની જાડાઈવાળી રત્નપ્રભા પૃનીની ૧૭૮૦૦૦ એજનના વચગાળે રહે છે તે અસુરકુમારે પિતાના સ્થાનથી યાવતુ નીચે સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પરંતુ તેઓ ત્યાંસુધી ગયા નથી, જતા નથી ને જશે પણ નહિ. તેઓ ત્રીજી પૃથ્વી સુધી જ ગયા છે, જાય છે, ને જશે પણ ખરા. અને ત્યાં તે પોતાના જૂના શત્રુને દુખ દેવા જાય, કે જૂના મિત્રને સુખ દેવા જાય
બીજાને દબાવીને કામ કરાવવું તે પરાભિયોગ છે.
આ અને બીજી પણ પ્રભાવશક્તિ નીચેથી ઉપરના દેવોમાં વધતી જાય છે પણ પોતે મન્ટાભિમાની, તથા અલ્પ સ કલેશવાલા હોવાથી તેનો ઉપયોગ બહુજ ઓછું કરે છે પુણ્ય પ્રભાવ હોવાથી તેમના સ્થાન, તેમના પુગળો વગેરે મુખરૂપે જ હોય છે અને આગે આગેના દેવોમા સુખ વધારે હોય છે. શરીરની કાન્તિ પણ આગળના દેવને અનુક્રમે વધારે છે. લેશ્યાઓની વિશુદ્ધિ પણ વધારે હોય છે
દૂરથી કેઈપણ પદાર્થને, અને તેના વિષયને ગ્રહણ કરવામાં ઈનુિં સામર્થ્ય આગળ આગળ વધારે હોય છે અવધિજ્ઞાનનો વિષય પણ ઉપર ઉપરના દેવોમાં વધારે અને સ્પષ્ટ હોય છે. તે આ પ્રમાણે.
પહેલા અને બીજા કલ્પના દેવો અવધિજ્ઞાનથી નીચે પહેલી નરક ભૂમિને જોઈ શકે છે. તિરછુ અસ ખ્યાત લાખ યોજન સુધી જુએ છે ઉપરમા પોતાના વિમાન સુધી જુએ છે ત્રીજા અને ચોથા કલ્પના દે નીચે બીજી નરક સુધી અને તિરછુ