________________
૨૧૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તે પછી તામલી સાઠ હજાર વર્ષ પિતાની દીક્ષા પાળીને, બે માસની સ લેખના કરીને કાળ કરી ઈશાન–કપમાં ઈરાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયે. આ વખતે ઈશાન દેવલોકમાં પણ ઈન્દ્ર અને પુરોહિતનાં સ્થાન ખાલી હતાં
' બલિચંચાના દેવદેવીઓએ જ્ઞાનથી જોયું કે–તામલી મરીને ઈશાનમાં ઈન્દ્ર થયો છે. અને તેનું મડદુ જ્યાં મર્યો ત્યા છે. એટલે તેઓ ક્રોધી થઈને તે મડદા પાસે આવ્યા, ને એને ડાબે પગે દોરડી બાંધી, તેના મોંમાં ત્રણ વાર થૂકયા, એટલું જ નહિ પરંતુ તામ્રલિપ્તી નગરીમાં બધે ઠેકાણે તે મડદાને ઘસેડીને ફેરવ્યું. એ શરીરની ખૂબ નિંદા કરી. ખૂબ હેલણા કરી તેને મારી પીટી અને કદર્થના કરી. પછી તે મડદાને એકાન્તમાં નાખી ચાલ્યા ગયા. | મડદાની આ હેલણું–કર્થના-નિંદા થતી હતી, એ વાત ઇશાન દેવકના દેવદેવીઓને પિતાના જ્ઞાનથી જોઈ. એમણે ઈશાનેન્દ્રને આ વસ્તુ નિવેદન કરી ઈશાનેન્દ્ર કોધિત “થ તેણે પોતાના કપાળે ભવાં ચઢાવી બલિચંચ 'રાજધાની પ્રત્યે જોયુ. પિતાના દિવ્ય પ્રભાવ વડે તે વખતે બલિચ ચા અંગારા જેવી થઈ ગઈ આગના કણિયા અને રાખ જેવી થઈ. બલિચ ચામાં રહેનારા અસુરકુમારે ખૂબ ભય પામ્યા. અત્યન્ત દુખી થયા ત્રાસ પામ્યા. ચારે બાજુ નાસવા-ભાગવા લાગ્યા તેમણે ઉપગ આપી જોયું કે–આ તે ઈશાનેન્દ્રના કેપનું પરિણામ છે ત્યારે બધા. અસુરકુમારોએ ઈશાનેન્દ્રને ખૂબ ખૂબ પ્રાર્થના કરી ખૂબ ખૂબ ક્ષમા યાચી, એની શક્તિનાં વખાણ કર્યા. તે પછી ઈશાનેન્દ્ર બલિચંચા ઉપર મૂકેલી તેની લેશ્યા પાછી ખેંચી લીધી.